મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

રાજસ્થાનમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલા રાજકીય ઘમાસાણ : અશોક ગેહલોતે કહ્યું સરકાર ઉથલાવવાની રમત ફરીથી શરૂ થશે

કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા ગેહલોતે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો

જયપુર : રાજસ્થાનમાંમંત્રીમંડળ વિસ્તાર પહેલા રાજકીય ઘમાસાણ મચ્યું છે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ લગાવ્યો છે કે ફરીથી સરકાર પાડવાની રમત શરૂ થવાની છે.ગેહલોતે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું કે રાજસ્થાનમાં સરકાર ઉઠલાવવાની રમત ફરીથી શરૂ થવાની છે. મહારાષ્ટ્રમાં પણ સરકાર ઉઠલાવવાની ચર્ચા છે

 ગેહલોતે જણાવ્યું કે ભાજપ તરફથી અગાઉ સરકાર ઉઠલાવવાના પ્રયાસના સાક્ષી કોંગ્રેસ નેતા અજય માકન રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાક્રમ દરમિયાન રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રભારી અજય માકન પણ હતા. આ ઘટના દરમિયાન માકન 34 દિવસ હોટલમાં અમારા ધારાસભ્યો સાથે હતા. CM Gehlot

અશોક ગેહલોતે દેશના ગૃહમંત્રી શાહ પર આરોપ લગાવ્યા છે કે અમારા ધારાસભ્યોને બેસાડી ચાય-નાસ્તો કરાવી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે પાંચ સરકાર ઉઠલાવી છે, છઠ્ઠો પ્રયાસ ચાલું છે. ધર્મેન્દ્ર પ્રધાન તેઓના મનોબળ વધારવા માટે જજો સાથે વાતચીત કરવાની વાતો કરી રહ્યા હતા. ગેહલોતે જણાવ્યું કે શાહે અમારા ધારાસભ્યો સાથે એક કલાક મુલાકાત કરી હતી અને પાંચ સરકાર પાડ્યા પછી પણ છઠ્ઠી પાડવાની વાત શાહે કહી હતી

 

ગેહલોતે જણાવ્યું કે આ ઘટનાક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા અજય માકન, રણદીપ સુરજેવાલા અવિનાશ પાંડે અહીં આવીને બેસી ગયા. તેમણે નેતાઓને બરતરફ કરવાનો નિર્ણય કર્યો, ત્યાર બાદ સરકાર બચી. તેમણે જણાવ્યું કે આખા રાજસ્થાના લોકો ઇચ્છતા હતા કે સરકાર ઉઠલાવવી ના જોઇએ. રાજ્યના લોકો કોંગ્રેસના ધારાસભ્યોને ફોન કરીને કહી રહ્યા હતા કે સરકાર અડીખમ રહેવી જોએ. લોકો કહી રહ્યા હતા કે ભલે બે મહિના લાગી જાય પરંતુ સરકાર ના પડવી જોઇએ.

કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપનું નામ લઇ પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પર નિશાન સાધ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસથાનમાં ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તાર થશે, આવામાં નામ લીધા વગર સચિન પાયલટ પર હુમલાને રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. CM Gehlot

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આરોપ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ પણ પલટવાર કર્યો. પૂનિયાએ જણાવ્યું કે અશોક ગેહલોત સરકાર ચલાવવામાં અક્ષમ છે, તેથી ખોટા અને તથ્યહીન આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસની અંદરખાને બની રહી નથી, જેના કારણે તેઓ પરેશાન છે, તેથી ભાજપ પર કોઇ પણ પુરાવા વગર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

(6:48 pm IST)