મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટમાં પતિ-પત્‍નીએ એક જ દિવસે જજ બીને સાથે શપથ લઇને ઇતિહાસ રચ્‍યો

ચેન્નઈઃ તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટમાં પતિ-પત્ની એક જ દિવસે જજ બની અને શપથ લઈ ઇતિહાસ રચ્યો છે. મદ્રાસના ન્યાયિક જગતના ઇતિહાસમાં અત્યાર સુધી આવું ક્યારેય બન્યું નથી.

વરિષ્ઠ વકીલ વિજય નારાયણે જણાવ્યું હતું કે ન્યાયાધીશ મુરલી શંકર કુપ્પુરાજુ અને ન્યાયાધીશ તમિલસેલ્વી ટી વલયાપલાયમે આવું કરીને ન્યાયિક જગતમાં ઇતિહાસ રચ્યો છે.

મદ્રાસ હાઇકોર્ટમાં સર્જાયો ઇતિહાસ

મદ્રાસ હાઈકોર્ટમાં દંપતી ઉપરાંત આઠ અન્ય જજોએ પણ શપથ લીધા હતા. નારાયણે જણાવ્યુ હતું કે ન્યાયાધીશ કુપ્પુરાજુએ ન્યાયાધીશ તમિલસેલ્વી સાથે લગ્ન કર્યા છે. મદ્રાસ હાઈકોર્ટના કિસ્સામાં કદાચ પતિ-પત્નીએ જજ તરીકે પદ પર એક જ દિવસે શપથ લીધા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

આ અગાઉ આવી ઘટના પંજાબ હાઇકોર્ટમાં બની હતી. આ ઘટનામાં નવેમ્બર 2019માં પંજાબ હાઇકોર્ટમાં ન્યાયાધીશ વિવેક પુરી અને ન્યાયાધીશ અર્ચના પુરીએ શપથ લીધા હતા. આ બંને પણ પતિ-પત્ની હતા.

(4:51 pm IST)