મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

ચીને કૃત્રીમ સૂરજ ઉગાડયોઃ 'ઈસ્ટ'નું સફળ ટેસ્ટીંગ

ન્યુકલીયર ફયુઝન દ્વારા ગરમી ઉત્પન્ન કરી પૃથ્વી માટે સ્વચ્છ ઉર્જા સ્ત્રોતનો વિકલ્પ છે : એક દિવસ ઈસ્ટને ચાલુ રાખવાનો ખર્ચ ૧૧ લાખઃ જો કે ઉર્જા બાદનો ન્યુકલીયર વેસ્ટ માનવ માટે અતિ જોખમી

બીજીંગઃ. ચીને ટેકનીક અને ખોજના મામલે અમેરિકા, રશીયા, જાપાન જેવા વિકસીત દેશોને પાછળ છોડયા છે. ચીને પોતાના કૃત્રીમ સૂર્ય પરમાણુ સંલયન રિ-એકટરને સફળતાપૂર્વક સંચાલીત કરી વિશ્વમાં બીજા સૂરજના દાવાને હકીકત આપી છે.

ચીની મીડીયાએ આ સફળતાની જાહેરાત કરી છે. એચએલ-૨એમ ૨ટીકામક રિએકર ચિનના સૌથી મોટા ઉન્નત પરમાણુ સંલયન પ્રાયોગીક અનુસંધાન ઉપકરણ છે અને વૈજ્ઞાનિકોને આશા છે કે આ ઉપકરણ એક શકિતશાળી સ્વચ્છ ઉર્જા સ્ત્રોતને સંભવિત રૂપથી અનલોક કરી શકે છે.

ચીનની એકેડેમી ઓફ સાયન્સ સાથે જોડાયેલ ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાઝમાં ફિઝીકસ મુજબ કૃત્રિમ સુરજની ટેસ્ટીંગ સફળ રહેલ આને એકસપેરીમેંટલ એડવાન્સ્ડ સુપરકંડકટીંગ ટોકમક (ઇસ્ટ) નામ અપાયું છે આને આબેહુબ સાચા સૂર્ય જેવી જ ડીઝાઇન કરેલ છે.

ઇસ્ટને એક મશીન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આ મશીનની સાઇઝમાં વચ્ચે ખોખલા ગોળ બોકસ (ડોનટ)ની જેમ છે. તેમાં ન્યુકલીયર ફયુઝન દ્વારા ગરમી પેદા કરી શકાય છે. જોકે એક દિવસ ચાલુ રાખવાનો તેને ખર્ચ ૧પ હજાર ડોલર (૧૧ લાખ) છે. હાલ આ મશીનને ચીનના અન્દુઇ પ્રાંતના સાઇન્સ દ્વીપમાં રખાયું છે.

પૃથ્વી માટે ઉર્જા સ્ત્રોતના વિકલ્પરૂપે તૈયાર કરાય રહેલ ઇસ્ટને મુખ્યરૂપે ન્યુકલીયર ફયુઝનની પાછળનું વિજ્ઞાન સમજવા અને તેને પૃથ્વી ઉપર ઉર્જાના નવા વિકલ્પના રૂપે ઉપયોગમાં લેવા બનાવાયું છે. આવનાર સમયમાં આ ટેકનીક સ્વચ્છ ઉર્જા ઉત્પન કરવાનો અર્ટમ સ્ત્રોત સાબીત થઇ શકે છે. વિશ્વમાં આ સમયે ન્યુકલીયર ડીઝન દ્વારા ઉર્જા પેદા કરાય રહી છે. જો કે તેના લીધે ઉભો થતો ઝેરીલો ન્યુકલીયર કચરો માનવ માટે ખૂબ જ ખતરનાક છે.

(3:41 pm IST)