મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

નવેમ્બરમાં SAILનું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 7 ટકા વધીને 14.17 લાખ ટને પહોંચ્યું

બજારની સ્થિતિ સુધરતાં કંપનીનું ઉત્પાદન પ્રિ-કોવિડ સ્તર પર પહોંચી ગયું

નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની સ્ટીલ નિર્માતા કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે જણાવ્યું હતું કે નવેમ્બરમાં ક્રૂડ સ્ટીલ આઉટપુટમાં 7 ટકાની વૃદ્ધિ જોવાઈ છે. આ મહિનામાં કુલ 1.417 મિલિયન ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન થયું છે. નવેમ્બર 2019માં કંપનીનું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 1.417 મિલિયન ટન રહ્યું છે.SAILએ પોતાના નિવેદનમાં આ માહિતી આપી હતી.

 SAILના ચેરમેન અનિલ ચૌધરીએ કહ્યું હતું કે સતત પ્રયત્નોનું પરિણામ નવેમ્બરના પ્રદર્શનમાં જોવા મળ્યું છે. બજારની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. આ કારણે કંપનીનું ઉત્પાદન પ્રિ-કોવિડ સ્તર પર પહોંચી ગયું છે. ચૌધરીએ કહ્યું હતું કે સ્થાનિક અને નિકાસ બજારોમાં વેચાણ વધારવા માટે કંપનીને ઘણા પગલાં ભર્યા છે. તેનાથી કંપનીની ઇન્વેન્ટરી લેવલ નીચે લાવવામાં મદદ મળી છે. તેનો ફાયદો બેલેન્સશીટ ગુપ્ત પણ જોવાયો છે. નવેમ્બરમાં કંપનીએ 1.39 મિલિયન ટનનું રેકોર્ડવેચાણ કર્યું છે.

 કંપનીએ કહ્યું હતું કે પ્રતિમાસ પ્રદર્શનમાં સુધારો થઇ રહયો છે.નાણાંકીય વર્ષ 2021ના પ્રારંભિક મહિનાઓમાં કોરોના વાયરસનો પડકાર હોવા છતાં કંપનીએ એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન 2.7 ટકા સેલ્સગ્રોથ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. કોરોનાને કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભિક મહિનાઓમાં માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. લોકડાઉન દરમિયાન કંપનીએ ઈન્વેટરીમાં વધારો કર્યો હતો.

(12:56 pm IST)