મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

દિલ્હીમાં એનસીયુઆઇમાં પદભાર સંભાળતા દિલીપ સંઘાણી

આઇ.સી.એ.ના રીજીયલ ડાયરેકટર બાલુ ઔયર, નાફેડના એમ.ડી. સંજીવકુમાર ચઢ્ઢા, હરિયાણા સરકારના પુર્વ મંત્રી રામવિલાસ શર્મા, ઇફકોના ડાયરેકટ ઓ.વી.આર. રામચંદ્રન, એનસીયુઆઇના સત્યનારાયણ સહિતની ઉપસ્થિતિમાં કાર્યાલય પ્રવેશ કરાવતા પુર્વ પ્રેસીડેન્ટ ડો.ચંદ્રપાલસિંહઃ કચેરી પ્રવેશ સાથે જ સંઘાણીએ એનસીયુઆઇની કામગીરી અંગેની માહિતી મેળવવા સાથે કર્મચારીગણની સુવિધા અને સમસ્યાની પણ સંભાળ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૭ : ગુજરાતના તત્કાલીક મુખ્યમંત્રી વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ તળે ગુજરાતનું સહકારી ક્ષેત્ર નમુનેદાર રહયુ અને તે સમયના રાજયના સહકાર મંત્રી દિલીપ સંઘાણી આજે તેનો વિશાળ અનુભવ સમગ્ર દેશ મળતો થશે. તેમ એનસીયુઆઇ કાર્યાલયમાં ચેરમેન તરીકે પદભાર પ્રવેશ કરવા દીરજતાં સંસ્થાના પુર્વ પ્રેસીડેન્ટ ડો.ચંદ્રપાલએ વ્યકત કર્યો હતો. આ તકે આઇ.સી.એ.ના રીજીયોનલ ડાયરેકટર બાલુ ઔયર, ઇફકોના ડાયરેકટર ઓ.વી.આર. રામચંદ્રન, હરિયાણા સરકારના પુર્વ મંત્રી રામ વિલાસ શર્મા, નાફેડના એમ.ડી. સંજીવકુમાર ચઢ્ઢા સહિતના અગ્રીમ સહકારી પદાધિકારીઓ આગેવાનોએ શુભેચ્છા આપેલ હતી.

એનસીયુઆઇના મુખ્ય મથક દિલ્હી ખાતે યોજાયેલ  સન્માન કાર્યાલય પ્રવેશ વેળા વિવિધ રાષ્ટ્રીય આગેવાનોએ સહકારી ક્ષેત્રે સંઘાણીની કોઠાસુઝબુજ અને ગુજરાતની ગૌરવંતી સહકારી પ્રણાલીને સમગ્ર દેશમાં વિકસાવવા અને વિસ્તારવા પર ભાર મુકીને હૃદયપુર્વક શુભેચ્છાઓ આપી હતી. આગેવાનો દ્વારા મોમેન્ટો, શાલ, સન્માનપત્રો અને પુષ્પગુચ્છથી સત્કારેલ.

દિલ્હી ખાતે એનસીયુઆઇ વડામથક કચેરી ખાતેના પ્રવેશ સાથે જ દિલીપ સંઘાણીએ એનસીયુઆઇની કામગીરી બજેટ, આવકના સ્ત્રોત ખર્ચ સહિતની કામગીરી અંગે માહિતી મેળવવા સાથે કર્મચારી ગણની સુવિધા અને સમસ્યાની પણ સંભાળ લેતા ચોમેર પ્રશંસા સાથે સંઘાણીની પ્રારંભીક કામગીરીને હર્ષનાદ સાથે બિરદાવવામાં આવી હોવાનું કાર્યાલય યાદીમાં જણાવાયેલ છે.

(12:53 pm IST)