મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

સંસદને ઘેરો ઘાલવા ખેડૂતોની ચેતવણી

જો આજની બેઠકનું કોઈ પરિણામ નહિ આવે તો

નવી દિલ્હી, તા. ૫ :. કેન્દ્રના કૃષિ કાનૂન વિરૂદ્ધ ખેડૂતો આજે ૧૦માં દિવસે પણ અડીંગો લગાવીને બેઠા છે. આજે સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચમા દોરની વાતચીત શરૂ થઈ છે. આ દરમિયાન ખેડૂત સંગઠનોએ કહ્યુ છે કે આજની બેઠકનું પરિણામ નહિ આવે તો સંસદને ઘેરાવ કરવામાં આવશે. કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે વડાપ્રધાનનું પૂતળુ બાળવામાં આવશે. એટલુ જ નહિ ૮મીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

આજે ખેડૂતોના આંદોલનનો ૧૦મો દિવસ છે. સરકાર સાથે મંત્રણાઓ થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતો કૃષિ કાનૂન પરત લેવાની માંગણી કરી રહ્યા છે. ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ઉપર નક્કર ભરોસો ઈચ્છે છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર કાનૂનોને પરત લેવા માંગતી નથી પરંતુ ખેડૂતોની બીજી માંગો ઉપર પુનઃ વિચાર કરવા સરકાર તૈયાર છે.

(11:44 am IST)