મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના કેસ હું મફત લડીશ:સુપ્રીમ કોર્ટ બાર એસો,અધ્યક્ષની જાહેરાત

આ કાયદા ખેડૂતોના હિતમાં નથી ત્યારે સરકારે આ મુદ્દે ફેરવિચાર કરીને કાયદા રદ કરવા જોઇએ.

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ દૂષ્યંત દવેએ જાહેરાત કરી હતી કે ખેડૂતોના કેસ હું મફત લડીશ.અગાઉ આ જ ધારાશાસ્ત્રીએ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખીને રિપબ્લિક ટીવી ચેનલના અર્ણબ ગોસ્વામીની જામીન અરજીને અગ્રતા કેમ આપી એવો પ્રશ્ન ઊઠાવ્યો હતો. હવે તેઓ કહે છે કે હું ખેડૂતોની સાથે છું.

ખેડૂતોના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે મંત્રણાનો પાંચમો દોર શરૂ થશે ત્યારે ખેડૂતોના એક જૂથે એવી જાહેરાત કરી હતી કે શનિવારે અમે વડા પ્રધાનનું પુતળું બાળશું.

દૂષ્યંત દવેના આ અભિપ્રાયને ટાંકીને અન્ય એક ધારાશાસ્ત્રીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ જ્યારે એમ કહેતા હોય કે આ કાયદા ખેડૂતોના હિતમાં નથી ત્યારે સરકારે આ મુદ્દે ફેરવિચાર કરીને કાયદા રદ કરવા જોઇએ. સરકાર મમતે ચડી હતી એ યોગ્ય નથી.

Attachments area

(11:02 am IST)