મુખ્ય સમાચાર
News of Saturday, 5th December 2020

હૈદરાબાદમાં ૧૪૯ બેઠકોના પરિણામ જાહેર: ભારતીય જનતા પક્ષે જબરજસ્ત દેખાવ સર્જ્યો

સૌથી મોટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે શાસક પક્ષ "ટીઆરએસ" ને ૫૬ બેઠકો મળી: કોંગ્રેસ સાફ: મુસ્લિમ બહુમતિવાળા જુના હૈદ્રાબાદમાં ઓવૈસીનો દબદબો યથાવત

ગ્રેટર હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની બમ્પર જીત થઇ છે. મોડી રાત્રે ૧૫૦માં થી ૧૪૯ બેઠકો જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપે જબરજસ્ત પ્રદર્શન રાખવી ૪૮ બેઠકો ઉપર જીત મેળવી છે, જ્યારે શાસક કેસીઆરનો ટીઆરએસ  પક્ષ ૫૬ બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પક્ષ બન્યો છે. ગત કોર્પોરેશનમાં તેમને અઠ્યાસી બેઠક મળી હતી જ્યારે અસદુદ્દીન ઓવૈસી ને ૪૪ બેઠકો મળી છે. જુના હૈદરાબાદમાં ઓવૈસીનો દબદબો યથાવત રહ્યો છે. જોકે  કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે અને તેના માત્ર બે જ ઉમેદવારો  હૈદરાબાદ કોર્પોરેશનમાં ચૂંટાઈ આવ્યા છે.
હૈદરાબાદ કોર્પોરેશનમાં બહુમતી માટે ૭૫ બેઠકો જરૂરી છે.
ભારતીય જનતા પક્ષે કહ્યું છે કે અમિતભાઈ શાહ અને જે.પી.નડ્ડા ની જહેમત રંગ લાવી છે અને શાસક પક્ષ માટે ભારતીય જનતા પક્ષ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સાથે જ કેસીઆર ના પક્ષે જણાવ્યું છે કે શા માટે અમને બહુમતીથી ૨૫-૨૬ બેઠકો ઓછી મળી તેનું તુરત જ ચિંતન કરાશે.

(12:00 am IST)