મુખ્ય સમાચાર
News of Wednesday, 5th December 2018

શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે ભક્તભાવથી ઉજવાયો તુલસી વિવાહ મહોત્સવ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ (જ્યોર્જિયા) ખાતે પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આશીર્વાદ સાથે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરૃપદાસજી સ્વામી, પૂજ્ય દર્શનપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય આનંદસ્વરૃપદાસજી સ્વામી વગેરે સંતો તથા સવાનાહના ઉત્સાહી ભાઇ-બહેનોએ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં મહેદી રસમ, મંડપ રોપણ, રાસ-ગરબા, જાન પ્રસ્થાન, હસ્તમેળાપ જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ બાળકો તથા બાલિકાઓએ વિવિધ નૃત્યો રી પોતાનો ભક્તિભાવ રજુ કર્યો હતો.

ધામધૂમથી વરપક્ષના ભક્તજનો ઠાકોરજીની જાન લઇને આવ્યા હતા અને તુલસીદેવી સાથે

ભક્તિભાવ સાથે ઠાકોરજીના વિવાહ કરવામાં આવ્યા હતા. જાનૈયાપક્ષ તથા કન્યાપક્ષ દ્વારા ભગવાનના ગ્નના વિવિધ કિર્તનોનું પણ ભક્તિભાવ સાથે ગાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પૂજ્ય દર્શનપ્રિયદાસજી વામીએ મધુર સ્વરમાં કીર્તનોનું ગાન કર્યું છે.આ પ્રસંગે પૂજ્ય વેદાંતસ્વરૃપ સ્વામીએ રૃક્મિણી વિવાહ તથા શ્રીકૃષ્ણ ભગવાનના વિવિધ લગ્નોના રિત્રોની કથા કરી હતી. ભક્તિભાવ સાથે યોજાયેલ આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીયો ાથા અમેરિકનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગે રંગાયા હતા.

(12:41 pm IST)