News of Tuesday, 5th November 2019
ઓયોના સીઇઓ સામે બેંગ્લુરૂમાં છેતરપિંડી અને અપરાધિક ષડયંત્રની એફઆઇઆર દાખલ
બેંગ્લુરૂના એક હોટલ માલિકએ ઓયોના સંસ્થાપક અને સીઇઓ રિતેશ ગ્રવાલ અને અન્ય ૬ અધિકારીઓ વિરૂદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને અપરાધિક ષડયંત્રની એફઆઇઆર દાખલ કરી છે.
હોટલ માલિકએ કહ્યું કે ઓયોએ તેને બુકીંગ માટે રૂ. ૭ લાખ પ્રતિમાસ આપવાની સહમતિ આપી હતી પણ મે માસથી ચુકવણુ નથી મળ્યું જયારે ઓયોએ તેને પબ્લીસીટી સ્ટંટ ગણાવ્યું છે.
(10:21 pm IST)