BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની પત્ની ડોના ગાંગુલીને ચિકનગુનિયા: હોસ્પિટલમાં દાખલ
છેલ્લા ચાર દિવસથી ઉધરસ અને ગળામાં દુખાવાથી પીડીત હતા
કોલકતા : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલીના પત્ની ડોનાને સાંજે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 46 વર્ષીય ડોનાને છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ તાવ હતો અને તેના શરીર પર ફોલ્લીઓ પણ હતી.
ડોના બીમાર થયાના થોડા દિવસો પછી જ્યારે તેમને ડૉક્ટરને બતાવવામાં આવી ત્યારે તેણે કેટલાક ટેસ્ટ કરાવ્યા. આ ટેસ્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડોનાને ચિકનગુનિયા થયો છે. આ પછી મંગળવારેના દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ડોનાની હાલત હવે સ્થિર છે. ડોનાની હાલ ડૉ. સપ્તર્ષિ બાસુની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ ચાહકો ડોનાની તબિયતને લઈને સતત ચિંતિત હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો સતત ટ્વિટ કરીને તેની સ્થિતિ વિશે પૂછી રહ્યા હતા. આવી સ્થિતિમાં, હોસ્પિટલ મેનેજમેન્ટે પણ એક પ્રેસ જાહેર કરીને કહ્યું કે ડોનાની તબિયત ઠીક છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.