મુખ્ય સમાચાર
News of Wednesday, 5th October 2022

યુવાઓને ઉદાસ બનાવી રહી છે સોશ્‍યિલ મીડિયાની ટેવ

રોજ પાંચ કલાકથી વધુ સોશ્‍યલᅠપ્‍લેટફોર્મ પર સમય વિતાવતા લોકોમાં ડિસઓર્ડરની આશંકા બેગણી

વોશિંગટન તા. ૫ : સોશ્‍યલᅠમીડિયા ફકતᅠસમયનીᅠબરબાદી તેમજ યુવાઓને હતાશા તરફ ધકેલી રહ્યું છે. હાલના સંશોધન મુજબ, સોશ્‍યલᅠમીડિયાની લત યુવાઓના મનને બીમાર કરી રહી છે. જર્નલ ઓફ અફેકટિવᅠડિસઓર્ડર રિપોર્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જે યુવા સોશ્‍યિલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે તે મહિનાની અંદર હતાશાથી ગ્રસ્‍ત થવાની આશંકા વધુ હોય છે. સર્વે મુજબ, પ્રત્‍યેક દિવસે ૩૦૦ મિનિટથી વધુ સોશ્‍યલᅠમીડિયાનો ઉપયોગ કરતા યુવાઓમાં હતાશાની ભાવના બેગણી હોય છે. સોશ્‍યલᅠમીડિયાનો ઉપયોગ ન કરતા લોકોની સરખામણીએ ઉપયોગ કરતા લોકોમાં હતાશાની સંભાવના ૪૯ ટકા વધુ હતી. સૌથી મહત્‍વની વાત એ છે કે દરેક પ્રકારના વ્‍યક્‍તિત્‍વવાળા લોકોમાં હતાશા સોશ્‍યલ મીડિયાના ઉપયોગ સાથે જોડાયેલો હતો.

હાલમાં બ્રિટેનમાં ૧૪ વર્ષની યુવતી મૌલી રશેલની આત્‍મહત્‍યા માટે કોર્ટે સોશ્‍યલ મીડિયા સામગ્રીને જવાબદાર ગણાવ્‍યું હતું.૨૦૧૭માં તે યુવતીનું મૃત્‍યુ થયું હતું.તેના છ મહિના પહેલા તેને આત્‍મહત્‍યા તેમજ હતાશા સાથે જોડાયેલી ૨૧૦૦ પોસ્‍ટ જોઈ હતી.ᅠ

સર્વે દરમયાનᅠ૧૮-૩૦ વર્ષના એક હજાર યુવાઓને પ્રશ્ન પૂછવામાં આવ્‍યો કે તેઓᅠરોજ સોશ્‍યલᅠમીડિયાનો ઉપયોગ કરે છે તેની પર્સનાલિટીના ઇન્‍વેન્‍ટરીનો ઉપયોગᅠ કરીને માપવામાં આવ્‍યું હતું.જેમાં ખુલ્લાપણું, કર્તવ્‍યનિષ્ઠા, ખર્ચ અને મનોરોગનો સર્વે કરવામાં આવ્‍યો હતો.

(1:22 pm IST)