News of Saturday, 5th October 2019
શિવસેનાએ ગ્રામ્ય બેઠકો પસંદ કરી: ગણતરીભર્યું જોખમ ઉઠાવ્યું
મુંબઈ : ભારતીય જનતા પક્ષ સાથે બેઠકોની સમજૂતીમાં શિવસેનાને નાગપુર, પુણે, નાશિક અને નવી મુંબઇમાં એક પણ બેઠક ફાળવવામાં આવી નથી. શહેરી વિસ્તારની તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. પ્રથમ વખત જ એવું બની રહ્યું છે કે શિવસેના ગ્રામ્ય વિસ્તારો ઉપર મદાર બાંધીને આગળ ચાલી છે. શિવસેના પાસે ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત વોટબેંક નથી ત્યારે કેલ્ક્યુલેટેડ જોખમ ઉઠાવ્યુ હોવાનું મનાય છે.
(12:00 am IST)