મુખ્ય સમાચાર
News of Friday, 5th October 2018

ABP ન્યુઝ-સી વોટરનો સર્વે

મ.પ્રદેશ - રાજસ્થાન - છત્તીસગઢમાં NDAની સરકાર

નવી દિલ્હી તા. ૫ : વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજયો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થશે. આ ત્રણેય રાજયો અને કેંદ્રમાં સત્ત્।ાના શિખર પર ભાજપ છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા ૨૦૧૯ ચૂંટણી માટે જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સર્વે કર્યો છે. સર્વે મુજબ, ત્રણેય રાજયોમાં એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ ત્રણેય રાજયોમાં જનતા ફરી એક વખત મોદી સરકારને સત્તા આપવા માંગે છે.

મધ્ય પ્રદેશમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, મધ્ય પ્રદેશ લોકસભાની કુલ ૨૯ બેઠકો છે. જયાં ભાજપને એનડીએને ૨૩ બેઠકો અને યૂપીએને ૬ બેઠકો મળી શકે છે.

છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, છત્તીસગઢ લોકસભાની કુલ ૧૧ બેઠકો છે. જયાં ભાજપ અને એનડીએને ૯ બેઠકો અને કોંગ્રેસ યૂપીએને ૨ બેઠકો મળી શકે છે.

રાજસ્થાનમાં કોને કેટલી બેઠકો? સર્વે મુજબ, રાજસ્થાન લોકસભાની કુલ ૨૫ બેઠકો છે. જયાં ભાજપ અને એનડીએને ૧૮ બેઠકો અને કોંગ્રેસ યૂપીએને ૭ બેઠકો મળી શકે છે.

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ૨૩૦ અને લોકસભાની ૨૯ બેઠકો છે. વર્ષ ૨૦૧૩ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૬૫ અને કોંગ્રેસને ૫૮ બેઠકો મળી હતી. વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૭ અને કોંગ્રેસને માત્ર ૨ બેઠકો મળી હતી.

છત્તીસગઢ વિધાનસભાની કુલ ૯૦ અને લોકસભાની ૧૧ બેઠકો છે. વર્ષ ૨૦૧૩ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૪૯ અને કોંગ્રેસને ૩૯ બેઠકો મળી હતી. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૦ અને કોંગ્રેસને માત્ર ૧ બેઠક મળી હતી.

રાજસ્થાન વિધાનસભાની કુલ ૨૦૦ અને લોકસભાની ૨૫ બેઠકો છે. ૨૦૧૩ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૨૦ અને કોંગ્રેસને ૫૬ બેઠકો મળી હતી. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૫ બેઠકો પર કબ્જો કર્યો હતો. આ સર્વે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કરવામાં આવ્યો છે. આ સર્વે દેશની તમામ ૫૪૩ લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો છે અને ૩૨ હજાર ૫૪૭ લોકોનો મત જાણવામાં આવ્યો છે.(૨૧.૩)

 

(11:54 am IST)