News of Thursday, 5th September 2019
અમેરિકાએ ઇરાનની અંતરિક્ષ એજન્સી પર પ્રથમ વખત લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાએ ઇરાનની અંતરિક્ષ એજન્સી અને બે શોધ સંગઠનો પર પ્રથમ વખત પ્રતિબંધ લગાવતા કહ્યું છે કે આનો ઉપયોગ ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગામને આગળ વધારવામાં થઇ રહ્યો હતો. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પેઓએ કહ્યું કે સ્પેસ લોન્ચ વ્હીકલનું પરીક્ષણ કરવાના ઇરાનના હાલના પ્રયાસ ખતરાની ગંભીરતાને રેખાંકિત કરે છે ઇરાનએ અમેરિકાના આરોપોથી ઇન્કાર કર્યો છે.
(9:50 pm IST)