મુખ્ય સમાચાર
News of Thursday, 5th September 2019

પાક વડાપ્રધાનની પૂર્વ પત્નિએ ખોલી પોલ

ઇમરાનની આખી સરકાર પપ્પુ છે

વડાપ્રધાનની ઇજજતનો જનાજો કાઢયોઃ સ્ફોટક નિવેદન

નવી દિલ્હી, તા.પઃ ઈમરાન ખાન, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના મંત્રી ભારતને ધમકી આપી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્નિ પાકિસ્તાની સરકારની જ પોલ ખોલી રહી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પૂર્વ પત્નિ રેહમ ખાને એકવાર ફરીથી ઈમરાન ખાનની કાશ્મીર પોલીસી પર ઠેકડી ઉડાવી છે. રેહમ ખાન માત્ર બોલી જ નથી રહી, પરંતુ પોતાની વાતોથી તે ઈમરાન ખાનને રોજ ખુલ્લા પાડી રહી છે. ઈમરાન ખાનની પૂર્વ બેગમે એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભેંસથી શરુઆત કરી, કારણ કે નવાઝ શરીફની ભેંસોને વેચીને જ ઈમરાન ખાને પાકિસ્તાની જનતાને કહ્યું હતું, કે હવે દેશમાં બહાર આવવાની છે. અર્થવ્યવસ્થા દોડવાની છે. કમાણી થવાની છે. નવું પાકિસ્તાન બનવાનું છે પરંતુ સ્વપ્ન તો આખરે સ્વપ્ન જ હોય છે. આખો દેશ તો બોલી જ રહ્યો હતો, હવે રેહમ ખાન પણ બોલી રહી છે.

રેહમ ખાને કોઈને ન છોડ્યા, ના વડાપ્રધાન અને ન તો વિદેશપ્રધાનને. હિંદુઓ પર અત્યાચારની સ્ટોરી પાકિસ્તાનના દ્યર દ્યરમાં ગુંજે છે, પરંતુ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી આજકાલ ઉમરકોટમાં ફરી રહ્યા છે, અને જયારે રેહમ ખાનને આ વાતની ખબર પડી તો, તેમણે આખી સરકારને જ પપ્પૂ ગણાવી દીધી.

રેહમ ખાને કહ્યું, કે આ ગુસ્સો માત્ર એટલા માટે છે, કારણકે જનતાનો ભરોસો ડગી રહ્યો છે. કોઈ વ્યાપાર બંધ કરે છે, કોઈ રસ્તો બંધ કરી દે છે અને કોઈ પરમાણુ બોમ્બનું વજન કરે છે. આખા પાકિસ્તાનમાં શેખ રાશિદની છબી શેખચલ્લી જેવી થઈ ગઈ છે, જયારથી તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પાસે આટલા કિલો પરમાણુ બોંબ છે.

રેહમે આગળ કહ્યું કે કોઈપણ ન્યુઝ ચેનલ જોઈ લો. સવારે જોવો કે સાંજે જોવો. પાકિસ્તાન સરકારના નાટકની મજા બધા લઈ રહ્યા છે. રેલ પ્રધાન શેખ રાશિદની ટીઆરપી પાકિસ્તાનમાં સૌથી વધારે છે. ટીઆરપી બનાવનારા લોકોએ નહોતું વિચાર્યું કે ક્રિકેટ અને ટીવી સીરિયલનો રેકોર્ડ પાકિસ્તાનના રેલવે પ્રધાન તોડી દેશે.

મજાક અને બેઈજ્જતી જેવા શબ્દો તો મામૂલી લાગવા લાગ્યા છે. હવે લોકો નવા શબ્દો બનાવી રહ્યા છે. આટલી મજાક તો ખાન સાહેબની કોઈએ નથી ઉડાવી કે જેટલો કચરો રહેમ બેગમે કર્યો છે. રહેમ પૂરી નિર્દયી બની દ્યઈ, અને ખાન પર રહેમ પણ ન કર્યો. સવાર હોય, બપોર હોય, કે સાંજ હોય, રહેમ દિવસના તમામ પ્રહરોમાં પોતાના શોહર રહેલા પાક. વડાપ્રધાન ઈમરાન ખાનની ઈજ્જતનો જનાજો કાઢી રહી છે.

(4:02 pm IST)