મુખ્ય સમાચાર
News of Thursday, 5th September 2019

ચાંદીએ કર્યા માલામાલઃ ૩૧ ટકા જેટલું રિટર્ન

માત્ર ૧૦ સત્રમાં રૂ. ૬૦૦૦ ની છલાંગ

મુંબઇ તા. પઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ચાંદીએ મેદાન માર્યું છે. બુધવારે ચાંદી ભારતીય બજારમાં છેલ્લાં સાત વર્ષની ટોચ પર ટ્રેડ થઇ હતી અને અમદાવાદ ખાતે હાજર બજારમાં તેણે રૂ. પ૧,પ૦૦ પ્રતિ કિલોગ્રામની ટોચ દર્શાવી હતી. એમસીએકસ ખાતે ચાલુ ફાયદો પણ રૂ. પ૧,૦૦૦ને પાર કરી ગયો હતો. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ચાંદીએ સ્થાનિક બજારમાં ૩૧ ટકા જેટલું તગડું વળતર દર્શાવ્યું છે અને સોનાને પણ રિટર્નની બાબતમાં પાછળ રાખી દીધું છે. વૈશ્વિક બજારમાં તેણે રપ ટકાનું વળતર આપ્યું છે. કેલેન્ડરની શરૂઆતમાં ૧પ.૪૯ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પર ટ્રેડ થનારી ચાંદી બુધવારે ૧૯.૩ર ડોલર પર હતી. એનાલિસ્ટ્રસને કિંમતી ધાતુમાં ટૂંકા ગાળામાં હજુ પણ વધુ સુધારાની સંભાવના જણાય છે અને ચાંદી વૈશ્વિક બજારમાં ર૦ ડોલરનો સ્તર પા કરી જાય તેવી શકયતા તેઓ વ્યકત કરે છે. ''ચાંદીમાં સટ્ટો જામ્યો છે. એકસ્ચેન્જ પર હજુ પણ નોંધપાત્ર શોર્ટ પોઝિશન ઉભી છે અને તેથી વધુ સુધારો સંભવ છે.'' એમ ટ્રેડબુલ્સ સિકયોરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ ભાવિક પટેલ જણાવે છે. તેમના મતે સ્થાનિક બજારમાં ચાંદી વર્તમાન સ્તરેથી હજુ પણ રૂ. ૧,૦૦૦-૧,પ૦૦નો સુધારો દર્શાવી શકે અને સપાટી પરપ૦૦ રૂ. પણ થઇ શકે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં ભાવ હતો રૂ. ૩૮૮૦૦ પ્રથમ ૬ માસ હલચલ ન હતી.

છેલ્લાં બે મહિનાથી વૈશ્વિક બજારમાં સોનામાં જોવા મળેલી તેજી પાછળ ચાંદીમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને છેલ્લા પખવાડિયામાં તેણે ઝડપી છલાંગ ભરી હતી અને સોનાને પણ રિટર્નની બાબતમાં પાછળ રાખી દીધું હતું. બુધવારે એમસીએકસ ખાતે ડિસેમ્બર સિલ્વર ફયુચર્સ રૂ. પ૧,૪રપની ટોચ દર્શાવી હતી. વૈશ્વિક બજારમાં તેણે ૧.૩ર ડોલરની ટોચ દર્શાવી હતી. અને પટેલના જણાવ્યા મુજબ ર૦ ડોલરના સ્તરને પાર કરી શકે છે. ચાલુ કેલેન્ડરમાં સોનાએ સ્થાનિક બજારમાં રૂપિયાના સંદર્ભમાં રપ.૬ર ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. ગયા કેલેન્ડરમાં રૂ. ૩૧,૩૯૧ના સ્તરે બંધ રહેલું સોનું બુધવારે રૂ. ૩૯,૪૩૬ના સ્તર પર ટ્રેડ થઇ રહ્યું હતું. અમદાવાદ ખાતે સ્થાનિક બજારમાં તેણે રૂ. ૪૦,૩પ૦ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. આમ સોના કરતાં ચાંદીએ પ ટકા વધુ રિટર્ન આપ્યું છે.

સ્થાનિક બજારમાં વૈશ્વિક બજારની સરખામણીમાં સોના-ચાંદીમાં ઊંચા રિટર્ન પાછળનું કારણ રૂપિયામાં છેલ્લા એક મહિનામાં જોવા મળેલો ઘટાડો છે. કેલેન્ડર દરમિયાન શરૂઆતના સાત મહિના સુધી ડોલર સામે પોઝિટિવ રહેલો રૂપિયો છેલ્લા દોઢેક મહિનામાં ઝડપથી ઘટયો છે. બુધવારે તે ડોલર સામે ર૭ પૈસા વધીને ૭ર.૧રના સ્તરે બંધ રહ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં તે ડોલર સામે લગભગ ૪ ટકા જેટલો ઘસાયો છે.

(11:50 am IST)