News of Thursday, 5th September 2019
ચર્ચમાં અજાણી મહિલાને આલિંગન આપી છેડતી કરી : સિંગાપોર સ્થિત ભારતીય મૂળના યુવાન રાજેન્દ્રન પ્રકાશને 5 દિવસની જેલસજા અને 2500 ડોલરનો દંડ
સિંગાપોર : સિંગાપોરના ગિરજાઘરમાં એક અજાણી મહિલાને આલિંગન આપી છેડતી કરવાના આરોપસર ભારતીય મૂળના 27 વર્ષીય યુવાન રાજેન્દ્રન પ્રકાશને કોર્ટે 5 દિવસની જેલસજા અને 2500 ડોલરનો દંડ ભરવાની શિક્ષા ફરમાવી છે.
ગયા વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ બનેલી ઘટના બાદ લોકોએ તેને મહિલા પાસેથી દૂર કરી દીધો હતો.જે શરાબના નશામાં ચકચૂર હતો તેથી તેણે લોકોના સકંજામાંથી છૂટવા બાજુમાં આવેલી નદીમાં ઝંપલાવી દીધું હતું જ્યાંથી પોલીસે તેને અરેસ્ટ કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:46 am IST)