મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

માઈક્રોસોફ્ટ અને ફેસબુક ઓફિસમાં પ્રવેશવું હશે તો વેક્સિનેશન સર્ટીફિકેટ બતાવવું પડશે

ફેસબુકે પોતાના તમામ કર્મચારીઓને ઓફિસમાં માસ્ક પહેરવા માટે જણાવ્યુ

નવી દિલ્હી :  ટેક્નોલોજીની મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઓફિસમાં પરત બોલાવાને લઇને સ્પષ્ટ જોવા મળી રહી છે. કંપનીઓ હવે કોરોના વેક્સિન લીધેલા કર્મચારીઓને જ ઓફિસમાં આવવાની અનુમતિ આપી રહી છે. Microsoft આ પ્રકારનો નિર્ણય લેવા વાળી લેટેસ્ટ ટેક દિગ્ગજ બની ગઇ છે. અમેરીકામાં કોરોનાના કેસમાં વધારા વચ્ચે માઇક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓ અને સેલર્સને કહ્યુ છે કે, આગામી માસથી માઇક્રોસોફ્ટની કોઇ પણ ઓફિસમાં એન્ટર થવા માટે વેક્સિનેશન સર્ટીફિકેટ બતાવવું પડશે.

એક અહેવાલ પ્રમાણે, કંપની 4 ઓક્ટોબર 2021 થી પોતાની બધી ઓફિસ ચાલુ કરી દેશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, અમને બધા જ કર્મચારીઓ, સેલર્સ અને અમેરીકામાં માઇક્રોસોફટની બિલ્ડિંગ્સમાં એન્ટ્રી કરનાર તમામ મહેમાન માટે વેક્સિનેશનના સર્ટીફિકેટની જરૂરિયાત રહેશે અને કર્મચારીઓ માટે એક આવાસ પ્રક્રિયા હશે.

માઇક્રોસોફ્ટનો આ નિર્ણય ફેસબુકના એક નિર્ણય બાદ આવ્યો છે. ફેસબુકે પોતાના તમામ કર્મચારીઓને ઓફિસમાં માસ્ક પહેરવા માટે જણાવ્યુ છે. સાથે જ તેમણે કર્મચારીઓ જ્યારે પણ ઓફિસ આવે ત્યારે વેક્સિન લગાવીને આવે. ફેસબુકે ગત અઠવાડિયે કહ્યુ હતુ કે. જ્યારે પણ ઓફિસ શરૂ કરવામાં આવશે ત્યારે તેના બધા જ અમેરીકી કર્મચારીઓ ફરજિયાત વેક્સિન લગાવીને આવવું.

(10:44 pm IST)