મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

ફ્લિપકાર્ટને ઈડી દ્વારા ૧૦૬૦૦ કરોડનો દંડ થશે

વિદેશી રોકાણ કાનૂનોના ઉલ્લંઘનનો આરોપ : વૉલમાર્ટના માલિકીના હક વાળી કંપનીને વિદેશી રોકાણ કાયદાનું ઉલ્લંઘન માટે કારણ દર્શાવો નોટિસ જારી કરાઈ

નવી દિલ્હી, તા. : દેશની દિગ્ગજ -કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને આના સંસ્થાપકો પર ઈડી .૩૫ અરબ ડૉલર એટલે કે લગભગ ૧૦,૬૦૦ કરોડ રૂપિયાનો દંડ લગાવી શકે છે. વૉલમાર્ટના માલિકીના હક વાળી કંપનીને વિદેશી રોકાણ કાયદાનુ ઉલ્લંઘન માટે કારણ દર્શાવો  નોટિસ જારી કરવામાં આવી છે.

બિન્ની બંસલ અને સચિન બંસલ પર વિદેશી રોકાણ કાનૂનોના ઉલ્લંઘનનો આરોપ છે. મામલાની જાણકારી ત્રણ સૂત્રો અને ઈડીના એક અધિકારીએ રૉયટર્સે આપી. સંદર્ભમાં ઈડીના અધિકારીએ જણાવ્યુ કે ફ્લિપકાર્ટ પર આરોપ છે કે તેમના વિદેશી રોકાણ આકર્ષિક કરી અને ફરી સંબંધિત પક્ષ ડબ્લ્યુએસ રિટેલે તેમની શોપિંગ વેબસાઈટ પર કંઝ્યુમર્સે સામાન વેચ્યુ. જ્યારે કાનૂન હેઠળ પ્રતિબંધિત છે. વિદેશી રોકાણ કાનૂનો માટે તપાસ એજન્સી ફ્લિપકાર્ટ અને એમેઝોનની તપાસ કરી રહ્યા છે.

સૂત્રો અનુસાર, જુલાઈમાં ઈડીએ સચિન બંસલ, બિન્ની બંસલ અને હાજર રોકાણકાર ટાઈગર ગ્લોબલને કારણ બતાઓ નોટિસ જારી કરી હતી. જેમાં પૂછવામાં આવ્યુ હતુ કે તેની પર ૧૦,૬૦૦ કરોડ રૂપિયાનો દંડ કેમ ના લાગવો જોઈએ. જોકે મામલા વર્ષ ૨૦૦૯થી ૨૦૧૫ની વચ્ચેનો છે. વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા)ની વિભિન્ન ધારાઓ હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી.

પક્ષના નોટિસનો જવાબ આપવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. કેસમાં ફ્લિપકાર્ટના એક પ્રવક્તાએ કહ્યુ કે કંપની ભારતીય કાયદાનુ પાલન કરી રહી છે અને કંપની અધિકારીઓની સાથે પૂરો સહયોગ કરશે. સૂત્રએ કહ્યુ કે ડબ્લ્યુએસ રિટેલે ૨૦૧૫ના અંતમાં પોતાનુ કામકાજ બંધ કરી દીધુ હતુ.

અમેરિકાની ખુદરા કંપની વોલમાર્ટે કહ્યુ હતુ કે પોતાની ભારતીય -વાણિજ્ય ઈકાઈ ફ્લિપકાર્ટ માટે આરંભિક સાર્વજનિક નિર્ગમ લાવવા માટે તૈયાર છે. સંદર્ભમાં વોલમાર્ટ ઈન્ટરનેશનલની અધ્યક્ષ અને સીઈઓ જુડિથ મેકકેનાને ડીબી એક્સેસ ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફ્રેસ માં કહ્યુ હતુ કે ફ્લિપકાર્ટ અને ચૂકવણી એપ ફોન-પે બંને સતત સારૂ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે અમે જે દિવસથી અધિગ્રહણ અથવા રોકાણ કર્યુ છે તે દિવસે અમે સ્પષ્ટ કર્યુ છે કે અમે આઈપીઓ માટે તૈયાર છે.

(7:59 pm IST)