મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

ચીનના વુહાનમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : બીજીંગ સહિતના મુખ્ય શહેરોમાં ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કરાયા

લોકોને ઘરમાં જ રહેવા આદેશ : શહેરના તમામ લોકોનો નેયુક્લિક એસિડ ટેસ્ટ કરવામાં આવશે.

ચીનના વુહાનની અંદર ફરી એક વખત કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. વુહાનમાં અધિકારીઓએ મંગળવારે કહ્યું કે તેઓ વુહાન શહેરના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવશે. વુહાન એ જ શહેર છે, જ્યાં 2019ના વર્ષમાં આ મહામારીનો જન્મ થયો હતો. વુહાનના એક વરિષ્ઠ અધિકારી લી તાઓએ કહ્યું કે 1.1 કરોડ લોકોની વસતી ધરાવતા આ શહેરના તમામ લોકોનો નેયુક્લિક એસિડ ટેસ્ટ કરવામાં આવશે.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે વુહાન પ્રશાસનનું કહેવું છે કે શહેરમાં સાત પ્રવાસી મજૂરને કોરોનાનો ચેપ લાગ્યો છે.જેમાંથી તેનો ફેલાવો સ્થાનિક લોકોમાં પણ થયો છે. 2020માં લગાવવામાં આવેલા પહેલા લોકડાઉનમાં ચીને વુહાન શહેરમાં કોરોના વાયરસ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. તે સમયે ચીનના આ મેનેજમેન્ટની દુનિયાભરમાં પ્રશંસા પણ થઇ હતી.

વુહાનમાં નવા કોરોના કેસ સામે આવ્યા બાદ ખા શહેરમાં લોકોને પોતાના ઘરમાં જ રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથએ જ સ્થાનિક પરિવહન પર પણ આંશિક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. અત્યારે વુહાનમાં મોટાપાયે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઘણા મહિના બાદજ ત્યાં કોરોના વાયપરસના નવા કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે લોકો અને સરકાર બંનેની ચિંતામાં વધારો થયો છે.

ચીનમાં મંગળવારે જ નવા 61 કેસ નોંધાયા છે. નાનજિંગ એરપોર્ટના સફાઇ કર્મચારીઓમાં ઘણી ઝડપથી કોરા વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ફેલાઇ રહ્યો છે. ત્યારબાદ આ વેરિએન્ટ અનેક શહેરોમાં ફેલાયો છે. જેના કારણે ચીને બીજીંગ સહિતના મુખ્ય શહોરમાં ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કર્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, ક્વોરેન્ટાઇન અને માસ્કનો સમાવેશ થાય છે.

(12:18 am IST)