મુખ્ય સમાચાર
News of Wednesday, 5th August 2020

દેશના પૂર્વ CJI રંજન ગોગોઇને થયો કોરોના વાયરસઃ ૨૦૧૯માં રામ મંદિર પર ફેંસલો સંભળાવ્યો હતો

બે કેબિનેટ મંત્રી પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂકયા છે

નવી દિલ્હી તા. ૫ : દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ કડીમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગો પણ કોરોનાથી સ્ંક્રમિત થઈ ચૂકયા છે. જણાવી દઈએ કે નવેમ્બર ૨૦૧૯માં રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે જ રામ મંદિર કેસનો ફેસલો સંભળાવ્યો હતો.

રંજન ગોગોઈ પહેલા દેશના બે કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકયા છે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સ્ટાફના અધિકારીને કોરોના પોઝિટિવ થયા બાદ ખુદને આઈસોલેટ કરી લીધા હતા.

ધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂકયા છે. સંક્રમિત થયાની જાણકારી મળતા જ ગૃહમંત્રી અમિત શાહને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પણ કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે અને તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા છે.

બે કેન્દ્રિય મંત્રી ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્દારમૈયા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂકયા છે. તમિલનાડુના ગવર્નર બનવાલી લાલ પુરોહિત પણ કોરોના વાયરસ પોઝિટિવ છે.

(10:39 am IST)