મુખ્ય સમાચાર
News of Wednesday, 5th August 2020

અડવાણીએ કહ્યું -મારૃં સપનું પુરૂ થવા જઇ રહ્યું છે

કયારેક - કયારેક કોઇના જીવનમાં મહત્વપૂર્ણ સપના પૂરા થવામાં ઘણો સમય લાગી જાય છે પણ આખરે તે પૂરૂં થાય છે તો તેની રાહ સાર્થક થઇ જાય છે : આવું જ એક સપનું, જે મારા દિલની નજીક છે જે હવે પૂરૃં થઇ રહ્યું છે

અયોધ્યા તા. ૫ : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ૫ ઓગસ્ટના રોજ થનાર ભૂમિ પૂજન પહેલા સજી ધજીને પૂરી રીતે તૈયાર છે. અયોધ્યામાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. બે દિવસ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. રામની પૌડી પર લગભગ દોઢ લાખ દીવડા પ્રજવલિત કરવામાં આવ્યા છે. આ સિવાય અયોધ્યાના બધા મોટા મંદિરો અને અન્ય ૫૦ મંદિરોમાં પણ દીપ પ્રજવલિત કરવામાં આવ્યા છે.

અયોધ્યા રામ મંદિર ભૂમિ પૂજન પહેલા મંગળવારે લખનઉ સ્થિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સરકારી આવાસ પર દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો. સીએમ આવાસ પર ફૂલ અને દીપ સાથે સજાવટ કરવામાં આવી છે.

રામ મંદિર, સોમનાથ મંદિર અને નરેન્દ્ર મોદીનો સંઘર્ષ બીજી તરફ રામ જન્મભૂમિ આંદાલનના સૌથી મુખર આવાજ રહેલા લાલકૃષ્ણ અડવાણીએ ભૂમિ પૂજન પહેલા પોતાની ભાવના વ્યકત કરી છે. તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, કયારેક-કયારેક કોઈના જીવનમાં મહત્વપૂર્ણ સપના પૂરા થવામાં ઘણો સમય લાગી જાય છે પણ આખરે તે પુરું થાય છે તો તેની રાહ સાર્થક થઈ જાય છે. આવું જ એક સપનું, જે મારા દિલની નજીક છે જે હવે પુરુ થઈ રહ્યું છે.

અડવાણીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામના જન્મસ્થળ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની આધારશિલા રાખી રહ્યા છે. આ વાસ્તવમાં મારા માટે જ નહીં પણ બધા ભારતીયો માટે એક ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.

(10:38 am IST)