મુખ્ય સમાચાર
News of Wednesday, 5th August 2020

૪-દિવસ ૪૭-મોત

રાજકોટમાં કોરાના વધુ ૯ લોકો માટે કાળ બન્યો

ગઇકાલે એક પછી એક ૧૫ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતાં: આજના ૮માંથી ૦૫ દર્દી રાજકોટના, બે જેતપુરના, એક વાંકાનેરના અને એક ધોરાજી પંથકના

રાજકોટ તા. ૫: કોરોનાને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ૧૫ દર્દીના મોત નિપજ્યા હતાં. આજે ૯ દર્દીઓની જિંદગી કોરોનાને કારણે ખતમ થઇ ગઇ છે.  તે સાથે ચાર દિવસનો મૃત્યુઆંક ૪૭ થયો છે. આજના તમામ મૃત્યુ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં થયા છે.

આજે જે દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે તેમાં પાંચ રાજકોટના, એક દર્દી ધોરાજીના ભોળા ગામના, બે દર્દી જેતપુરના છે અને એક દર્દી વાંકાનેરના છે.  જેના મૃત્યુ થયા છે તેમાં રાજકોટ ગીતાનગરના રમેશભાઇ માધવજીભાઇ  પરમાર (ઉ.વ. ૭૪), સંત કબીર રોડ ગઢીયાનગરના હસુમતિબેન રમણિકભાઇ રાઠોડ (ઉ.વ.૯૦), ગઢીયાનગરના ધીરૂભાઇ જાગાભાઇ રામાણી (ઉ.વ.૬૮), લક્ષ્મીવાડીના નરેન્દ્રભાઇ ધીરજભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૭૦), લોધીકાના નરસીભાઇ ગોરધનભાઇ ટીલાળા (ઉ.વ. ૯૦), જંકશન પ્લોટના રહિમખાન ફતેદ્દીનભાઇ પઠાણ (ઉ.વ.૬૫), જેતપુરના મહેમુદાબેન અસરફભાઇ (ઉ.વ.૬૨) તથા જેતપુરના તાબેના વિરપુરના જયાબેન રસિકભાઇ પરમાર (ઉ.વ.૬૦) તેમજ વાંકાનેરના રહિમભાઇ ઇબ્રાહીમભાઇ પરસાણા (ઉ.વ.૬૧)નો સમાવેશ થાય છે.

ગઇકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ૧૪ અને ખાનગી હોસ્પિટલમાં ૧ દર્દી મળી પંદર દર્દીના મોત થયા હતાં. એ પછી આજના દિવસે ૯  દર્દીઓના મોત નિપજ્યા છે.  ઉલ્લેખનિય છે કે રવિ અને સોમવાર એમ બે દિવસમાં  સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૨૩  દર્દીના મોત નિપજ્યા હતાં. ગઇકાલે મંગળવારે ૧૫ મળી ત્રણ દિવસના ૩૮ મોત થયા હતાં. એ પછી આજના ૯ મળી ચાર દિવસના ૪૭ દર્દીના મોત થયા છે. તમામ મૃતદેહોને અંતિમવિધી અને દફનવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(3:24 pm IST)