મુખ્ય સમાચાર
News of Wednesday, 5th August 2020

ચીનની કંપનીએ અમેરિકાની કંપની એપલ પર પેટન્ટ ચોરીનો કર્યો કેસ :માગી 1.43 અબજ ડોલરની નુક્શાની

શિયાઓઆઈએ કહ્યું -- એપલે પોતાની વોઈસ રેકગ્નીશન ટેકનોલોજી સિરિમાં તેના પેટન્ટની ચોરી કરી

નવી દિલ્હી : અમેરિકાનો આરોપ છે કે ચીન તેની ટેકનોલોજી ચોરી કરે છે. હવે ચીનની એક કંપનીએ અમેરિકાની કંપની એપલ પર ટેકનોલાજી ચોરીનો આરોપ લગાડીને તેની પાસેથી નક્શાનીની માગણી કરી છે. ચીનની આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ કંપની શાંઘાઈ ઝિંઝેન ઈન્ટેલિજન્ટ નેટવર્ક ટેકનોલોજીએ એપલ ઈંક પર તેના પેટન્ટ ચોરી કરવા માટે કેસ કર્યો છે.   

   શિયાઓઆઈએ એપલ પાસે 1.43 અબજ ડોલરની નુક્શાનીની માગ કરી છે. કંપનીએ કરેલી સોશિયલ મિડિયાની પોસ્ટમાં લખ્યું છે કે એણે એપલ પાસેથી પેટન્ટ ચોરી વાળા ઉત્પાદોને બનાવવું, વેચવાનો વાયદો કરવો. વેચવુ અને આયાત બંધ કરવા માટેની માગ કરવામાં આવી છે

 એક માહિતિ પ્રમાણે શિયાઓઆઈએ કહ્યું છે કે એપલે પોતાની વોઈસ રેકગ્નીશન ટેકનોલોજી સિરિમાં તેના પેટન્ટની ચોરી કરી છે, શિયાઓઆઈએ વોઈસ રેકગ્નીશન ટેકનોલોજીનાં પેટન્ટ માટે વર્ષ 2004માં અરજી કરી હતી અને 2009માં તેને પેટન્ટ પણ મળી ગયા હતા.

શિયાઓઆઈનો આ કેસ આશરે એક દાયકા જુની લડાઈનો હિસ્સો છે. શિયાઓઆઈએ પહેલી વાર વર્ષ 2012માં એપલ પર તેની વોઈસ રેકગ્નીશન ટેકનોલોજી ચોરી કરી લેવાનો કેસ દાખલ કર્યો હતો. જુલાઈમાં ચીનનાં સુપ્રીમ પીપલ્સ કોર્ટને શિયાઓઆઈનાં પેટન્ટને સાચું ગણાવ્યું હતું.

(12:55 am IST)