મુખ્ય સમાચાર
News of Tuesday, 5th July 2022

સર્વિસ સેકટરમાં ૧૧ વર્ષમાં સૌથી મોટી તેજીઃ રોજગાર મોરચે ખરાબ સમાચાર

નવી દિલ્હી, તા.૫: ભારતના સેવા ક્ષેત્રની વૃત્તિઓમાં ૧૧ વર્ષમાં સૌથી મોટી તેજી જોવા મળી છે. લ્રૂભ્ ગ્લોબલ ઇન્ડિયા સર્વિસીસ ભ્પ્ત્ બિઝનેસ એકિટવિટી ઇન્ડેકસ મે મહિનામાં ૫૮.૯ થી વધીને જૂનમાં ૫૯.૨ થયો હતો. આ એપ્રિલ ૨૦૧૧ પછીનું સૌથી ઊંચું સ્તર છે.

એટલું જ નહીં, સતત ૧૧મા મહિને સર્વિસ સેકટરમાં ઉત્પાદનમાં વધારો થયો છે. અમે તમને જણાવી દઈએ કે પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (ભ્પ્ત્)ની ભાષામાં, ૫૦ થી વધુ સ્કોરનો અર્થ છે કે પ્રવૃત્તિ વિસ્તરી રહી છે, જ્યારે ૫૦ થી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે.

શું છે કારણઃ લ્રૂભ્ ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં સંયુકત નિયામક, પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું કે સેવાઓની માંગમાં ફેબ્રુઆરી ૨૦૧૧ પછીનો સૌથી મોટો સુધારો જોવા મળ્યો છે અને આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણને કારણે તે મજબૂત બની છે. તેમણે કહ્યું કે આગામી મહિનામાં પણ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

રોજગારમાં ઘટાડોઃ તે જ સમયે, રોજગાર મોરચે નિરાશાજનક સમાચાર આવ્યા છે. જૂનમાં લોકડાઉન સિવાયના સમયગાળા દરમિયાન રોજગારમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર જૂનમાં બેરોજગારીનો દર વધીને ૭.૮ ટકા થયો છે, જે મેમાં ૭.૧૨ ટકા હતો.

આ ઘટાડો સંપૂર્ણપણે ગ્રામીણ બેરોજગારીમાં વધારાને કારણે હતો. ગ્રામીણ બેરોજગારી મે મહિનામાં ૬.૬૨% થી વધીને ૮.૦૩% થઈ, જ્યારે શહેરી બેરોજગારી જૂનમાં ઘટીને ૭.૩૦% થઈ, જે એક મહિના પહેલા ૮.૨૧% હતી.

(3:24 pm IST)