મુખ્ય સમાચાર
News of Tuesday, 5th July 2022

ભારતમાં સૌથી સસ્‍તો ડેટા, છતાં ૬૫% મહિલાઓ અને ૪૯% પુરૂષો ઈન્‍ટરનેટથી દુર

દેશમાં ૪ થી ૯ જુલાઈ દરમિયાન ‘ડિજિટલ ઈન્‍ડિયા વીક'ની ઉજવણી : શું ભારત ડિજિટલ થઈ ગયું છે? કેટલા લોકો પાસે ઈન્‍ટરનેટની પહોચ છે અને ૨૦૧૪ થી ઈન્‍ટરનેટની કિંમતમાં કેટલો ઘટાડો થયો છે? : દેશના ૪૯% ઘરોમાં ઇન્‍ટરનેટ કનેક્‍શનઃ જેઓ પરિણીત નથી તેઓ ઈન્‍ટરનેટના ઉપયોગમાં અગ્રણી છેઃ ૨૦૨૦ માં, 1 GB ડેટા ૧૦.૯ રૂપિયા હતો

નવી દિલ્‍હી, તા.૫: ૨ મેના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જર્મનીની રાજધાની બર્લિનમાં હતા. અહીં તેમણે ભારતીયોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઉપલબ્‍ધ સસ્‍તો ડેટા ઘણા દેશો માટે અકલ્‍પનીય છે.

આ પહેલીવાર નથી કે જ્‍યારે પીએમ મોદીએ ભારતમાં સૌથી સસ્‍તું ઇન્‍ટરનેટ હોવાની વાત કરી હોય. અગાઉ ઓગસ્‍ટ ૨૦૧૯માં જ્‍યારે પીએમ બહેરીનની મુલાકાતે હતા ત્‍યારે તેમણે એમ પણ કહ્યું હતું કે મોબાઈલ ફોન અને ઈન્‍ટરનેટ ભારતના સામાન્‍ય પરિવારની પહોંચમાં છે. ભારતમાં વિશ્વમાં સૌથી સસ્‍તો ડેટા છે.

ભાજપ ઘણીવાર સસ્‍તા ઈન્‍ટરનેટ માટે મોદી સરકારને શ્રેય આપે છે. ડિસેમ્‍બર ૨૦૧૯માં તત્‍કાલિન આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્‍વીટ કર્યુ હતું કે ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્‍યારથી ઈન્‍ટરનેટ ડેટાની કિંમત ૨૨ ગણી સસ્‍તી થઈ ગઈ છે.

૨૦૧૪ પહેલા ભારતમાં ૧ GB ડેટાની સરેરાશ કિંમત ૨૬૯ રૂપિયા હતી, પરંતુ હવે ૧ GB ડેટાની સરેરાશ કિંમત ૫૪ રૂપિયાની આસપાસ આવી ગઈ છે. આ પહેલા આ કિંમત ઓછી હતી પરંતુ ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધાર્યા બાદ કિંમત વધી ગઈ છે.

ઈન્‍ટરનેટ ડેટાની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સોમવારેઃ ડિજિટલ ઈન્‍ડિયા વીકઁની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ ૯ જુલાઈ સુધી ચાલશે. આ કાર્યક્રમ ડિજિટલ ઈન્‍ડિયા અભિયાનના ૭ વર્ષ પૂરા થવા પર થઈ રહ્યો છે. આ અભિયાનનો હેતુ દરેકને ડિજિટલ બનાવવાનો છે. એકંદરે, તેનો ઉદ્દેશ્‍ય દરેક વ્‍યક્‍તિ સુધી ડિજિટલ ટેકનોલોજી લાવવાનો અને ભારતની ડિજિટલ અર્થવ્‍યવસ્‍થાને વધારવાનો છે.

પરંતુ, ખુદ સરકારના આંકડા દર્શાવે છે કે ભારતમાં હજુ પણ ઘણા લોકો એવા છે જેમની પાસે ઈન્‍ટરનેટ નથી. અને સસ્‍તા ઈન્‍ટરનેટ આપનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે ત્‍યારે લોકો પાસે ઈન્‍ટરનેટ નથી.

UK Þë cable.uk ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ૧ GB ડેટાની સરેરાશ કિંમત $0.68 એટલે કે ૫૪ રૂપિયાની આસપાસ છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે ભારતમાં એક જીબી ડેટા માત્ર ૦.૦૫ ડોલર એટલે કે લગભગ ૪ રૂપિયામાં ઉપલબ્‍ધ છે.

ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (TRAI)ના રિપોર્ટ અનુસાર, ૨૦૧૪માં ભારતમાં ૧ ઞ્‍ગ્‍ ડેટાની સરેરાશ કિંમત ૨૬૯ રૂપિયા હતી. ૨૦૧૫માં આ કિંમત ૨૨૬ રૂપિયા થઈ ગઈ હતી. ૨૦૧૬ માં 4G (LTE) ના આગમન પછી, ૧ GB ડેટાની સરેરાશ કિંમત ઘટીને ૭૫.૫૭ રૂપિયા થઈ ગઈ. ૨૦૨૦ સુધીમાં, ૧ જીબી ડેટાની સરેરાશ કિંમત ૧૧ રૂપિયાથી ઓછી થઈ ગઈ છે.

પરંતુ, ટ્રાઈનો ડેટા જ દર્શાવે છે કે સસ્‍તું ઈન્‍ટરનેટ હોવા છતાં પણ ભારતમાં દર ૧૦૦ લોકોમાંથી માત્ર ૬૦ લોકો પાસે ઈન્‍ટરનેટ છે. મતલબ કે ૧૦૦માંથી ૪૦ એવા છે જેમની પાસે ઈન્‍ટરનેટ નથી. ગામડાઓમાં હાલત ખૂબ જ ખરાબ છે. ગામડાઓમાં દર ૧૦૦માંથી ૩૭ લોકો પાસે ઇન્‍ટરનેટ છે, જ્‍યારે શહેરમાં ૧૦૩ લોકો પાસે ઇન્‍ટરનેટ છે.

તે જ સમયે, નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે ૫ (NFHS 5) ના ડેટા દર્શાવે છે કે ભારતમાં માત્ર ૪૯% પરિવારો પાસે ઇન્‍ટરનેટ કનેક્‍શન છે. ભારતમાં હજુ પણ ૬૫ ટકાથી વધુ મહિલાઓ અને લગભગ ૫૦ ટકા પુરુષોએ કયારેય ઈન્‍ટરનેટનો ઉપયોગ કર્યો નથી. NFHS ડેટા અનુસાર, દેશમાં માત્ર ૩૩% મહિલાઓ અને ૫૧% પુરુષોએ કોઈક સમયે ઈન્‍ટરનેટનો ઉપયોગ કર્યો છે.

શહેરો સુધી ઈન્‍ટરનેટ પહોંચી રહ્યું છે, પરંતુ ગામડાઓમાં ઈન્‍ટરનેટ નથી પહોંચી રહ્યું. NFHS ડેટા પોતે દર્શાવે છે કે ગામડાઓમાં ૭૫% મહિલાઓ અને ૫૭્રુ પુરુષોએ કયારેય ઈન્‍ટરનેટનો ઉપયોગ કર્યો નથી. તે જ સમયે, શહેરોમાં ૪૮% મહિલાઓ અને ૩૪% પુરુષોએ કયારેય ઈન્‍ટરનેટનો ઉપયોગ કર્યો નથી.

આ સર્વે એ પણ દર્શાવે છે કે જે મહિલાઓ અને પુરૂષો પરણ્‍યા નથી તેઓ લગ્ન કરનારાઓની સરખામણીમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ કરવામાં આગળ છે. ૨૯% પરિણીત મહિલાઓ અને ૪૮% પુરૂષો ઈન્‍ટરનેટનો ઉપયોગ કરે છે, તેની સરખામણીમાં ૫૦% થી વધુ મહિલાઓ જેઓ પરિણીત નથી અને ૫૭% પુરુષો ઈન્‍ટરનેટનો ઉપયોગ કરે છે.

ભારતમાં ઈન્‍ટરનેટ આંકડા શું કહે છે? TRAI અનુસાર, ડિસેમ્‍બર ૨૦૨૧ સુધીમાં દેશભરમાં લગભગ ૮૩ કરોડ ઇન્‍ટરનેટ ગ્રાહકો હતા. તેમાંથી ૮૦૨ મિલિયનથી વધુ વાયરલેસ અને ૨૬ મિલિયનથી વધુ વાયર્ડ ઈન્‍ટરનેટ સબ્‍સ્‍ક્રાઈબર્સ હતા. તેમાંથી ૮૦૧ મિલિયનથી વધુ મોબાઇલ ઇન્‍ટરનેટ ગ્રાહકો હતા. આ સંખ્‍યા વધારે છે કારણ કે કેટલાક લોકોના નામ પર એકથી વધુ કનેક્‍શન પણ છે.

જો કે, ટ્રાઈના ડેટા અનુસાર છેલ્લા ત્રણ ક્‍વાર્ટરથી ઈન્‍ટરનેટ સબસ્‍ક્રાઈબર્સની સંખ્‍યામાં ઘટાડો થઈ રહ્યો છે. આમાં પણ મોબાઈલ સબસ્‍ક્રાઈબર્સની સંખ્‍યા ઘટી રહી છે, જ્‍યારે વાયર્ડ ઈન્‍ટરનેટ સબસ્‍ક્રાઈબર્સની સંખ્‍યા વધી રહી છે. જૂન ૨૦૨૧માં મોબાઈલ ગ્રાહકોની સંખ્‍યા ૮૦.૯૪ કરોડ હતી, જે સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં ઘટીને ૮૦.૮૫ કરોડ થઈ હતી અને પછી ડિસેમ્‍બર ૨૦૨૧માં ઘટીને ૮૦.૧૫ કરોડ થઈ ગઈ હતી.

એક તરફ ઈન્‍ટરનેટ સબસ્‍ક્રાઈબર્સની સંખ્‍યા ઘટી રહી છે તો બીજી તરફ એક યુઝરથી ટેલિકોમ કંપનીઓની કમાણી સતત વધી રહી છે. આને ARPU એટલે કે વપરાશકર્તા દીઠ સરેરાશ આવક કહેવામાં આવે છે.

(10:34 am IST)