મુખ્ય સમાચાર
News of Sunday, 5th July 2020

ટ્રેનો સંક્રમણ વધારશે : ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિક્વન્સી ઘટાડો : પશ્ચિમ બંગાળ,ઓરિસા અને છત્તીસગઢ સરકારની માંગણી

અમદાવાદ અને સુરત થઈને આવતી ટ્રેનો તેમના રાજ્યોમાં ના આવે

નવી દિલ્હી : દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળ,ઓરિસ્સા અને છત્તીસગઢ સરકારે પત્ર લખીને ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેનની ફિક્વન્સી ઘટાડવા માંગણી કરી છે

તેમણે કહ્યું છે કે અમદાવાદ અને સુરત થઈને આવતી ટ્રેનો તેમના રાજ્યોમાં ના આવે ,તેનાથી રાજ્યમાં સંક્રમણ વધવાની શકયતા છે,બાદ રેલવેએ અમદાવાદ હાવડા મેલને દરરોજની જગાએ અઠવાડીયામાં એક દિવસ ચલાવવાનું નક્કી કર્યું છે

(11:21 pm IST)