મુખ્ય સમાચાર
News of Sunday, 5th July 2020

રાજકોટ સોની બજાર અઠવાડીયુ બંધ રહેશે એવી સોશ્યલ મીડિયામાં ફરી અફવા ફેલાઈ

ભાવનગર સોની વેપારીઓ સાંજે 4 સુધી જ દુકાનો ખુલી રાખશે : મહુવામાં સ્વૈચ્છીક લોકડાઉન રાખવું કે કેમ ? કાલે સાંજે મિટિંગમાં લેવાશે નિર્ણંય

રાજકોટ : રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે અનલોક-2માં દુકાનો રાત્રે 9 સુધી ખુલી રાખવા મંજૂરી અપાઈ છે ત્યારે રાજકોટ સોની બજાર આગામી આઠ દિવસ બંધ રહેશે તેવી ફરીવાર અફવા ઉડી છે આ અગાઉ ધોરાજી સોનીબજાર શુક્રવારથી શુક્વારે સુધી આઠ દિવસ બંધ રાખવા નિર્ણંય લેવાયા બાદ રાજકોટ સોની બજાર પણ આઠ દિવસ બંધ રહેશે તેવી અફવા ઉડી હતી જોકે અંગે ખુલાસો થઇ ચુક્યો હતો જોકે આજે રાત્રે ફરીવાર રાજકોટ સોનીબજાર આઠ દિવસ બંધ રહેશે તેવીઅ અફવા ફેલાતા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ આ બાબતનું સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે

રાજકોટ  ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા ( મોં, 98796 14241 ) એ કહ્યું હતું કે રાજકોટ સોનીબજાર બંધ રહેશે તે બાબત સદંતર ખોટી છે આવો કોઈ જ નિર્ણંય લેવાયો નથી, સોનીબજાર રાબેતા મુજબ ચાલુ રહેશે , આવી ખોટી અફવા કોઈ ટીખળી તત્વો ફેલાવતા હોય વેપારીઓએ આવી બાબતોમાં વિશ્વાસ નહીં કરવા ઉમેર્યું છે

  દરમિયાન ભાવનગર જીલ્લામા કોરોનાના.સંક્રમણને ધ્યાનમાં રાખી સમસ્ત  ભાવનગર શહેર જવેલર્સ/સુવર્ણકાર દ્વારા પોતાના વ્યવસાય/ એકમ સાંજે ચાર 4 સુધી ખુલ્લા રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. આ પરિપત્ર તા.19 સુધી રહેશે ત્યારબાદ  પરિસ્થિતિને આધીન નિર્ણય લેવામાં આવશે.

●ભાવનગર ચોક્સી મંડળ

●શેરડીપીઠ ડેલો સુવર્ણકાર.એસોસિએશન

●વોરાબજાર ચોક્સી મંડળ

●પીરછલ્લા શેરી ચોકસી મંડળ

●ભાદેવાની શેરી સુવર્ણકાર એસોસિએશન

●ટાવરવાળા ખાંચા વેપારી એસોસિએશન

●એમ.જી રોડ સુવર્ણકાર એસોસિએશન

●જ્યેન્દ્રભાઈ જે. ધોળકિયા પ્રમુખશ્રી ભાવનગર શ્રીમાળી સોની જ્ઞાતી ટ્રસ્ટ

 બીજીતરફ  વેચ્છીક લોક ડાઉન અંગે આવતીકાલે સોમવારે તારીખ ૦૬-૦૭-૨૦૨૦ ને સાંજે 5 વાગ્યે  મહુવા ચેમ્બર ઓફ કોમર્સ, દરબાર ગઢ, ની ઓફિસ પર મહુવાના તમામ વેપારી એસોસીએશન જેવા કે, તેલ, ગોળ, ખાંડ, કરિયાણા, પાન મસાલા સોપારી, સોની મહાજન, કટલેરી, કાપડ વિગેરેના પ્રતિનિધિઓની એક અગત્યની  મીટીંગ રાખેલ છે.

•મીટીંગ હેતુમાં   કોરોના સંક્રમણ વધવા ને કારણે સાવચેતી નાં પગલાં રૂપે મંગળવાર થી સવારે 8 થી બપોરે 2  વાગ્યા સુધી જ  મહુવા ની સમસ્ત બજાર  ખુલી રાખવી કે કેમ તે અંગે દરેક એશો. નાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવા બાબત રાખેલ છે

(10:58 pm IST)