મુખ્ય સમાચાર
News of Sunday, 5th July 2020

જેની મદદ વડે ચીન ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ વિકસાવવા બેબાકળુ બન્યું છે તો અરાકાન આર્મી શું છે જાણો ફટાફટ

અરાકાન આર્મી એક આતંકવાદી સંગઠન છે જેને ચીન અત્યારે તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે

નવી દિલ્હી: તાજેતરમાં ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદની ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના જાંબાજ જવાનોએ ચીની સૈનિકોનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો હતો. ભારત તરફથી આ પ્રકારના જવાબની ચીને આશા પણ રાખી નહતી. પોતાની હારથી પરેશાન ચીન હવે ભારતમાં અશાંતિ ફેલાવવા માટે આતંકવાદીઓની મદદ લઈ રહ્યું છે. આ સાથે ચીન કૂટનીતિક રીતે પણ ભારતના તમામ પાડોશી દેશોને ઉશ્કેરી રહ્યું છે.

આખી દુનિયા જાણે છે કે, ભારતથી બચવા માટે પાકિસ્તાન કાયમ ચીનની મદદ લેતુ આવ્યું છે. જો કે હવે એવી વાત સામે આવી છે કે, ભારતમાં અશાંતિ ફેલાવવા માટે ચીન પાકિસ્તાનના પગલે આતંકવાદીઓની મદદ લઈ રહ્યું છે.

ચીન મ્યાનમાંરના સૌથી ખૂંખાર ટેટર ગ્રુપને ભારતમાં આતંક ફેલાવવા માટે રૂપિયા, હથિયારની સાથે તાલીમ પણ આપી રહ્યું છે. આ આતંકવાદી સંગઠનનું નામ છે “અરાકાન આર્મી”. ચીનને લાગે છે કે, આ ટેરર ગ્રુપની આર્થિક મદદ કરીને તે ભારતને નુક્સાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ આ “અરાકાન આર્મી” વિશે જાણીએ…

અરાકાન આર્મી મ્યાનમારનું સૌથી ખતરનાક ટેરર ગ્રુપ છે. જે ચીન સાથે સંકળાયેલા વિસ્તાર રાખિન સ્ટેટમાં કામ કરી રહ્યું છે. આ ગ્રુપ 2009માં અસ્તીત્વમાં આવ્યું હતું અને જોત જોતામાં મ્યાનમારમાં સૌથી મોટું આતંકવાદી સંગઠન બની ગયું. આ ગ્રુપને મ્યાનમારની એન્ટી ટેરેરિઝમ કમિટીએ પણ દેશની સુરક્ષા માટે જોખમી ગણાવ્યું છે.

મ્યાનમાર સરકારનું કહેવું છે કે, આ કટ્ટરવાદી સંગઠન છે. જેના નેતા વિદેશથી તાલીમ લે છે. ICGના 2016માં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અરાકાન આર્મીના લોકો સઉદી અરબમા રહે છે.

અરાકાન આર્મી સંગઠન રોહિંગ્યા મુસ્લિમ અલ્પસંખ્યકોની સુરક્ષા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યું છે. આ સાથે જ આ ગ્રુપ પોલીસ, સેના સિવાય સામાન્ય નાગરિકો પર સતત હુમલા કરવા માટે પણ કુખ્યાત છે. જો કે આ ગ્રુપનું કહેવું છે કે, તેમણે ક્યારેય સામાન્ય નાગરિકો ઉપર હુમલો નથી કર્યો. તે માત્ર બૌદ્ધ બહુમતના અત્યાચાર વિરુદ્ધ હથિયાર ઉગામે છે.

(12:35 pm IST)