મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

મુંબઈમાં મુશળધાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ: લોકોને મુશ્કેલી

મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુંબઇ સહિત ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. મુંબઇ સહિત તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.માર્ગો પર પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો

 . હવામાન વિભાગ પ્રમાણે મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાયન અને મિલન સબવેના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે મુંબઇ, રાયગઢ, રત્નાગિરી માટે અતિભારે વરસાદની ચેતવણી આપી છે અને રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત પાલઘર, થાણે તથા પૂણેમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

(12:49 am IST)