મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

બિહાર સરકારને રાહત : મુખ્યમંત્રી નિતિશ કુમારનો કોરોના રિપોર્ટ નેગેટીવ

સ્પીકરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નીતીશકુમારે [પહેલ કરીને જાતે જ તેમનો ટેસ્ટ કરાવ્યો હતો

પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા  બિહાર સરકારે રાહતનો શ્વાસ લીધો છે. આ પહેલા બિહાર વિધાનસભાના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહ અને તેના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ પહેલા સીએમ નીતીશ કુમાર એક કાર્યક્રમમાં સિંહ સાથે મંચ પર જ હતા. સિંહને કોરોના પો ઝિટિવ મળ્યા બાદ નીતિશ કુમારે પોતે જ પહેલ કરી અને  તમનો કોરોના ટેસ્ટ કરાવ્યો. આ સાથે ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓના પણ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

સીએમ નીતીશ કુમારનો કોરોના ટેસ્ટ રિપોર્ટ 4 કલાકમાં આવી ગયો. આ સમય દરમિયાન બે વખત રિપોર્ટને ક્રોસચેક કરવામાં આવ્યો હતો અને ખુદ આરોગ્ય વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અન્ય લોકોમાંથી 19 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અન્ય લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.

(12:22 am IST)