મુખ્ય સમાચાર
News of Sunday, 5th July 2020

ઇન્દોરમાં કોરોનાથી ૧૦૦એ પાંચનાં મોત : મૃત્યુદર વધારે

જિલ્લામાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૪૭૫૩ થઈ : ઈન્દોરમાં રાહત એ બાબતની છે કે નવા કેસોમાં સતત ઘટાડો થવા માંડ્યો, કુલ મૃત્યુઆંક ૨૩૬ પર પહોંચ્યો

 ઈન્દૌર, તા. : દેશમાં કોવિડ-૧૯થી સૌથી પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ મધ્યપ્રદેશના ઈન્દૌરમાં ચેપના રોજ આવતા કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ દર્દીઓનો મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં વધારે છે. ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર પ્રવીણ જડિયાએ કહ્યું કે, અમે જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૫૯ સેમ્પલની તપાસ કરી, એમાં કોવિડ-૧૯ના ૧૯ નવા દર્દીઓ જોવા મળ્યા છે. તેમણે ઉમેર્યું કે નવા ૧૯ કેસોની સાથે જિલ્લામાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૪૭૩૪થી વધીને ૪૭૫૩ થઈ ગઈ છે. ચીફ મેડિકલ ઓફિસર પ્રવીણ જડિયાએ જણાવ્યું કે, કોરોના વાયરસથી સંક્રમિત ૬૮ વર્ષીય મહિલા સહિત ચાર વધુ દર્દીઓના વિવિધ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મોત થઈ ગયા છે.

           ત્યારબાદ જિલ્લામાં મહામારીના કારણે જીવ ગુમાવનાર કુલ સંખ્યા વધીને ૨૩૬ થઈ ગઈ છે. સરકારી આંકડાના વિશ્લેષણથી ખબર પડે છે કે જિલ્લામાં કોવિડ-૧૯ દર્દીઓના મૃત્યુદર ગુરુવારે સવારે લગભગ પાંચ ટકા હતો. .૯૫ ટકા વર્તમાન રાષ્ટ્રીય સરેરાશથી બે ટકા વધુ છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે જિલ્લામાં કોવિડ-૧૯થી મરનાર મોટાભાગના લોકો ૬૦ વર્ષથી ઉપરની વયના છે. ડાયાબિટિસ, બ્લડપ્રેશર, શ્વાસ લેવા સંબંધિત બિમારીનો પહેલાંથી સામનો કરી રહ્યા છે. દરમિયાન જિલ્લામાં હમણાં સુધી કુલ ૩૫૭૬ લોકો સારવાર બાદ મહામારીની બિમારીમાંથી સાજા થયા છે.

            પરિણામ છે કે સારવાર બાદ દર્દીઓનો મહામારીથી સાજા થવાનો દર(રિકવરી રેટ) વધીને લગભગ ૭૫ ટકા થઈ ગયો છે.જિલ્લામાં પ્રકોપની શરુઆત ૨૪ માર્ચથી થઈ, જ્યારે પહેલીવાર દર્દીઓમાં મહામારીની પુષ્ટિ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં પણ ઈન્દોરમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યાના કેસોમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશથી વધુ હતો. સમયના આંકડા અનુસાર જિલ્લામાં કોવિડ-૧૯થી મૃત્યુદરની સ્થિતિમાં . ટકા હતી, જે રાષ્ટ્રીય સરેરાશથી ખૂબ વધારે હતી. સિવાય એપ્રિલની શરુઆતમાં મધ્યપ્રદેશમાં કોરોના વાયરસ ચેપથી મૃત્યુદર . ટકા હતી, જે રાષ્ટ્રીય સ્તર પર મહામારીથી મૃત્યુદર(લગભગ .૨૫)થી બે ઘણો ગણો વધુ હતો.

(12:00 am IST)