મુખ્ય સમાચાર
News of Friday, 5th July 2019

ઝાંસીના મઉરાની તાલુકાના વીરા ગામની શાળામાં વિંછી કરડવાથી બાળકનું મોતઃ વિદ્યાર્થીને પહેલા તાંત્રિક પાસે લઇ જવાયા બાદ હોસ્‍પિટલે ખસેડાતા બાળકનો જીવ ગયો

ઝાંસી: જો તમારું બાળક શાળાએ જાય છે તો સમાચાર તમારા માટે છે. દરેક માતા-પિતા માટે જરૂરી છે કે, તેમારું બાળક શાળામાં કેટલું સુરક્ષિત છે. ઝાંસીમાં પ્રાઇમરી શાળામાં વિંછી કરડવાથી ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મોત થયું છે. કિસ્સો મઉરાની તાલુકોના વીરા ગામની પ્રાઇમરી શાળાનો છે.

શાળામં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે, શાળામાં સાફ-સફાઇ કરવામાં આવતી નથી. જે સમયે ઘટના બની તે સમયે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઇ કરાવવામાં આવી રહી હતી. તે દરમિયાન 11 વર્ષના વિદ્યાર્થીને વિંછી કરડ્યો હતો.

આરોપ છે કે, શાળાના ટીચર અને પ્રિન્સિપાલ વિદ્યાર્થીને હોસ્પિટલ ના લઇ જઇ તાંત્રિક વિધિ કરાવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીની તબીયત વધુ ખરાબ થતા તેને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની હાલત વધુ ગંભીર હોવાથી તેને મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો અને ત્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું.

જો કે, સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવવાની વાતથી ઇન્કાર કર્યો છે. પરંતુ તેમણે વાતનો સ્વીકાર કર્યો કે, વિદ્યાર્થીને હોસ્પિટલ લઇ જતા પહેલા તાંત્રિક પાસે લઇ જવામાં આવ્યો હતો. પરિવારજનોએ કેરલેસ શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

(12:00 am IST)