મુખ્ય સમાચાર
News of Thursday, 5th July 2018

બુરાડી કાંડ : ૧૧ પાઇપ્સ પછી હવે '૫૧' નંબર બન્યો પોલીસ માટે કોયડો

નવી દિલ્હી તા. ૫ : આખા દેશને અંચબામાં નાંખી દેનાર દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના ૧૧ સભ્યોની મોતનો મામલો પોલીસ માટે હવે કોયડો બની રહ્યો છે. તંત્ર-મંત્ર, ૧૧ પાઈપો-બારીઓ વગેરે પછી હવે 'નંબર-૫૧' સાથે જોડાયેલ સ્ટોરીએ પોલીસને આશ્યર્યમાં નાંખી દીધી છે.

જાણકારી અનુસાર બુરાડી ઘટનાથી કેટલાક દિવસ પહેલા નારાયણી દેવીના નાના પુત્ર લલિતની વાત મોબાઈલની દુકાન ચલાવનાર સાથે થઈ હતી. મોબાઈલની દુકાન ચલાવનાર ડિલર સુનીલે લલિત ભાટીયા વિશે એવી સ્ટોરી જણાવી જેને સાંભળીને બધા ચોકી ગયા હતા. અસલમાં લલિત તેના પાસે ૧૦ મોબાઈલ નંબર ખરીદવા માટે પહોંચ્યો હતો અને  તેમને બધા નંબર '૫૧ નંબર' સાથે જોડાયેલા હોય તેવા લેવા હતા. લલિતને ૫૧ નંબર સાથે જોડાયેલ ૧૦ નંબર આપવા માટે સુનિલને ઘણી બધી મહેનત કરવી પડી હતી. સુનિલે લલિતને ૨૦૦ નંબર આપ્યા, જેમાંથી દરેક નંબરના અંકોને તેઓ જોડીને ચેક કરી રહ્યાં હતા અને અંતે તેમને નંબર સિલેકટ કરી લીધા. તે પછી ૧૦ નંબરોમાંથી બે નંબરોને એકિટવ કરાવ્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સુનીલે જણાવ્યું કે, લલિતને ઘણી બધી ઉતાવળ હતી.

જણાવી દઈએ કે, રવિવારે એક પરિવારના ૧૧ સભ્યોના મોતના સમાચાર આવ્યા પછી દેશભરના લોકો કોલાહલ મચી ગયો હતો. આ મામલામાં પોલીસ દરેક પાસાઓ પર તપાસ કરી રહી છે પરંતુ ઘરમાંથી મળેલ બે રજિસ્ટરને લઈને પોલીસની તપાસ તંત્ર-મંત્રની તરફ પણ છે. અસલમાં ઘરની અંદર બનાવવામાં આવેલ એક મંદિરની અંદરથી બે રજિસ્ટર પણ મળ્યા છે, જેમાં મોક્ષને લઈને લખવામાં આવ્યું છે.

પોલીસે કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) લીધી છે, તેના આધારે પણ કેટલાક પુરાવા પોલીસના હાથે લાગ્યો છે. ભાટિયા પરિવારના લોકોએ ૨૮,૨૯ અને ૩૦ જૂને લગભગ ૬૦ લોકો સાથે વાતચીત કરી હતી. બધા જ લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક બાબાઓ અને કેટલાક અન્ય લોકો પર શંકાની સોય ફરતી નજરે પડી રહી છે.

(10:11 am IST)