મુખ્ય સમાચાર
News of Friday, 5th June 2020

અમેરિકાએ બનાવી લીધી કોરોના વાયરસની વેક્સીન! : ટ્રમ્પએ કર્યો મોટો દાવો

વેક્સીનના 2 મિલિયનથી વધુ ડોઝ તૈયાર : ટ્રાન્સપોટેશન શરૂ કરી દેવાયું : વેક્સીન સુરક્ષા તપાસને પૂરી કરી લે તેની જોવાતી રાહ

નવી દિલ્હી : કોરોના વાયરસ વેક્સીનના નિર્માણને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની વેક્સીનને લઇને મોટી બેઠક થઇ. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં આ વેક્સીનના 2 મિલિયનથી વધુ ડોઝ તૈયાર છે. જેવી રીતે સુરક્ષા તપાસમાં આ પાસ થઇ જાય છે તેમણે ટ્રાન્સપોટેશન શરૂ કરી દેવામાં આવશે

    ટ્રમ્પે કહ્યું કે, અમે કાલે કોરોના વાયરસ વેક્સિન પર એક બેઠક કરી હતી, અમે અવિશ્વસનીય રૂપથી સારુ કરી રહ્યા છીએ. અમે કંઇક બહુ જ સકારાત્મક આશ્ચર્ય જોવા મળી શકે છે. વેક્સીનને લઇને બહુ જ પ્રગતિ થઇ રહી છે. તેમણે દાવો કર્યો છે કે જો આ વેક્સીન સુરક્ષા તપાસને પૂરી કરી લે છે તો અમારી પાસે બે મિલિયનથી વધુ ડોઝ તૈયાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા કહ્યું હતું કે, કોવિડ 19 માટે રસી આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ જશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, અમેરિકન સરકાર રેમેડેસિવીર દવાની પાછળ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે. આ દવાને કોરોના વાયરસના કારણે થનારી બિમારીની સારવારમાં સારૂ પરિણામ આપ્યું છે

ટ્રમ્પે એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં રવિવારે આ ટિપ્પણી કરી હતી. ટ્રમ્પ લિંકન મેમોરિયલની અંદર હાજર હતા અને તેમણે એક પ્રેક્ષકના સવાલનો જવાબ આપતા કહ્યું કે, મારા વિચારથી આ વર્ષના અંત સુધીમાં આપણને રસી મળી જશે.

(11:56 pm IST)