મુખ્ય સમાચાર
News of Friday, 5th June 2020

અમેરિકામાં જોર્જ ફ્લોયડના મોત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં દેખાવો કરવા નહીં દેવાય : આવતીકાલ શનિવારે સિડનીમાં આયોજિત શાંતિપૂર્ણ રેલી ઉપર કોર્ટનો પ્રતિબંધ : કોરોના વાઇરસનો ફેલાવો થવાનો ડર વ્યક્ત કર્યો

સિડની : અમેરિકામાં અશ્વેત નાગરિકનું પોલીસ દમનથી થયેલું મોત અને તેના વિરોધમાં અમેરિકા સહીત જુદા જુદા દેશોમાં દેખાવો થઇ રહ્યા છે.તેવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ આવતીકાલ શનિવારે રંગભેદની નીતિ વિરુદ્ધ રેલીનું  આયોજન કરાયું હતું.જેના ઉપર કોર્ટે રોક લગાવી દીધી છે.જે માટે કોરોના વાઇરસના ફેલાવાનો ડર વ્યક્ત કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)