મુખ્ય સમાચાર
News of Friday, 5th June 2020

રેસ્ટોરન્ટ ખુલશે, બેસીને જમવા નહિ મળેઃ મંદિરો ખુલશે, પ્રસાદ નહિ મળે...આવી છે ધર્મસ્થળો, હોટલ, મોલ ખોલવાની ગાઇડલાઇન્સ

નવી દિલ્હી, તા.૫: સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ્સ ખોલવાની દિશાર્નિદેશ જાહેર કરી દીધા છે. ગૃહ મંત્રાલયે શનિવારે જાહેર દિશાનિર્દેશમાં કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં ધર્મસ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ અને હોટલવાની અનુમતિ આપી હતી. અનલોક ૧ ઇન્ડીયા ૮ જૂનથી આ સ્થળો ખોલવાની જાહેરાત કરી છે.

અત્યારે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે મોલ, હોટલ અને ધાર્મિક સ્થળોમાં જનારને ફોનમાં આરોગ્ય સેતૂ એપ રાખવી પડશે, ફેસ માસ્ક લગાવવું પડશે અને બીજા લોકોએ ઓછામાં ઓછા ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

હોટલો

હોટલોમાં તે સ્ટાફ અને મહેમાનોની અનુમતિ હશે જેમને કોરોના સંક્રમણના કોઇ લક્ષણ નથી.

હોટલોમાં પેમેન્ટ ઓનલાઇન અથવા ઇલેકિટ્રક ફોર્મ સિલેકટ કરવામાં આવશે અને કેશ લેણદેણથી બચવું જોઇએ.

હોટલ મહેમાનોને ઓનલાઇન ફોર્મ પુરૂ પાડશે, કોન્ટેકલેસ ચેક-ઇન અને ચેક-આઉટની વ્યવસ્થા હોય.

રૂમમાં મહેમાનોનો સામાન રાખતાં પહેલાં ડિસઇન્ફેકટ કરવામાં આવે.

ગેસ્ટ માટે રૂમ સર્વિસ તો રહે, પરંતુ બધી વાતચીત મોબાઇલ અથવા રૂમમાં લાગેલા ફોનથી થશે.

રેસ્ટોરેન્ટને સલાહ

રેસ્ટોરેન્ટમાં બેસીને જમવાના બદલે લઇને જવાની પ્રાથમિકતા આપવી.

શોપિંગ મોલ જવું હોય તો...

શોપિંગ મોલમાં દુકાનદારોને ભીડ એકઠી થતી રોકવી પડશે. જેથી સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોનું પાલન સુનિશ્વિત થઇ શકે. સરકારે કહ્યું કે એલિવેટરો પર પણ લોકોની સીમિત સંખ્યા નક્કી કરવી પડશે.

મોલોની અંદર દુકાનો તો ખુલશે, પરંતુ ગેમિંગ આર્કેડ્સ અને બાળકોને રમવાની જગ્યા અને સિનેમા હોલ બંધ રહેશે.

શોપિંગ મોલોમાં એર કંડિશનિંગ ૨૪ થી ૩૦ ડિગ્રી અને હ્યૂમિડિટી ૪૦ થી ૭૦ ટકા રાખવાનો નિર્દેશ.

મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ગિરિજાધર વગેરે..,

ધર્મસ્થળોમાં પ્રાર્થના સભાનું આયોજન નહી કરવા અને શ્રદ્ઘાળુઓને ઘરેથી ચટાઇ અથવા કપડું લઇ જવાની સલાહ આપવામાં આવી છે.

પ્રસાદ વિતરણ અથવા પવિત્ર જળ છાંટવાની પ્રથા પર પ્રતિબંધ રહેશે.

ધર્મસ્થળોમાં સંગીત તો વાગશે, પરંતુ કલાકારોને એકઠા કરીને ભજન-કિર્તન જેવા સમારોહ આયોજિત થશે નહી.

મૂર્તિઓ, પવિત્ર ધર્મ ગ્રંથોને અડવાની પરવાનગી રહેશે નહી.

(10:01 am IST)