મુખ્ય સમાચાર
News of Friday, 5th June 2020

પ્રવાસી શ્રમિકો સાથે ગામડે પહોંચ્યો કોરોના

યુપીના કુલ એકટીવ કેસમાંથી ૭૦% પ્રવાસી શ્રમિકો સાથે જોડયેલા

નવી દિલ્હી, તા.૫: મોટા શહેરો અને ઔદ્યોગિક ક્ષેત્રોથી લાખોની સંખ્યામાં લાખો લોકો પોતાના વતન ફર્યા બાદ ગ્રામીણ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાત રાજયોમાં મેળવેલા આંકડાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મજૂરો પોતાની સાથે કોરોના વાયરસ પણ લઈને આવ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે સરકાર કોરોના વાયરસના ચેપને શહેરો સુધી રાખવાની રણનીતિ પર કામ કરી રહી હતી પરંતુ હવે ગામડામાં તેના ફેલાવાથી સ્વાસ્થ્ય સુવિધાઓ સામે મોટા પડકારો ઊભા થયા છે. બુધવારે દેશમાં કોરોના વાયરસથી ચેપના લોકોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે હજી કોરોના વાયરસ તેની ટોચ પર પહોંચ્યો નથી.

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ ટાસ્ક ફોર્સની મદદ કરી રહેલા નિષ્ણાત અને ફિઝિશિયન ડોકટર નમન શાહનું કહેવું છે કે ગામડામાં ડોકટરો અને સ્વાસ્થ્ય સુવિધાઓની તંગીના કારણે ત્યાં કોરોના પોઝિટિવ કેસમાં વધારાથી ઘણી મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. શાહે કહ્યું છે કે, લોકોમાં પહેલાથી જ ઘણી ગંભીર બીમારીઓ હોવી, કુપોષણની સમસ્યાની સાથે સાથે માળખાકિય સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવમાં કોવિડ-૧૯ દર્દીઓનો મૃત્યુ દર વધશે.

બિહારના સત્ત્।ાવાર આંકડા જણાવે છે કે ૧ જૂન સુધી સામે આવેલા કુલ ૩,૮૭૨ કેસમાં ૨,૭૪૩દ્ગટ સીધો સંબંધ ૩ મે બાદ આવેલા પ્રવાસી મજૂરોથી છે. સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તથા બસો દ્વારા ઘરે મોકલવાનું અભિયાન શરું કર્યું હતું. ૨૫ માર્ચે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાતની સાથે જ ટ્રાન્સપોર્ટના તમામ સાધનો પર પ્રતિબંધ લગાવ્યો હતો. બિહારમાં કોરોના પોઝિટિવ આવેલા મોટા ભાગના મજૂરો દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતથી પરત ફર્યા છે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારી નિતિન મદન કુલકર્ણીએ જણાવ્યું છે કે ઝારખંડમાં મોટા ભાગના કોરોના પોઝિટિવ કેસ દેશના પશ્ચિમ ભાગથી પરત ફરેલા મજૂરોમાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું હતું કે, ૨ મે બાદ ૯૦ ટકા કોરોના પોઝિટિવ કેસ પ્રવાસી મજૂરોમાં મળ્યા છે. રાજયમાં બુધવાર સુધી કુલ ૭૫૨ કોરોનાના મજૂરો મળ્યા છે જે ૧ મેના રોજ ૧૧૧ હતા.

જે રાજયોમાં પહેલાથી જ કોવિડ-૧૯ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો ત્યાં મજૂરોના આગમનથી સ્થિતિ વધારે ભયાનક થતી જઈ રહી છે. મહારાષ્ટ્રમાં અંદાજીત ૭૫,૦૦૦ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે રાજયના ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય તંત્ર લથડવા લાગ્યું છે.(૨૩.૫)

(10:42 am IST)