મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ચીનમાં આયર્ન ઓર પ્રોજેક્ટના નિર્માણ સ્થળે વિસ્ફોટક લઈને જતા ટ્રકમાં ધડાકો: 11ના મોત :25ને ઇજા

 

બીજિંગઃ પૂર્વોત્તર ચીનના લિયોનિંગ પ્રાંતમાં એક આયર્ન ઓર પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર વિસ્ફોટલ લઈને જતા ટ્રકમાં ધડાકો થતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા અને 25 લોકો સ્થળ પર ફસાઇ ગયા છે. સરકારી ટેલીવિઝન સીસીટીવીએ જાણકારી આપી કે, દુર્ઘટના બેંશીના નાનફેન જિલ્લામાં સાંજે 4.10 કલાકે થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

 માહિતીમાં જણાવાયું કે, વિસ્ફોટક લઈને જતા ટ્રકમાં ધડાકો થતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 25 લોકો ઘટના સ્થળે ફસાઇ ગયા છે. સ્થળ પર રાહત કાર્ય જારી છે.

(12:52 am IST)