મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

જમ્મુ કાશ્મીરમાં બાંદિપોરામાં સેનાની પોસ્ટ ઉપર આતંકી હુમલો :બે જવાનો ઘાયલ

-હાજીમમાં તૈનાત સેનાની ટુકડી પર પહેલા ગ્રેનેડ અને પછી બેરલ ગ્રેનેડનો હુમલામાં ઉપયોગ

 

જમ્મૂ-કાશ્મીરમાં બાંદીપોરામાં સેનાની પોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો.છે જેમાં બે જવાન ઘાયલ થયા છે હુમલો હાજિમમાં તૈનાત 13 રાષ્ટ્રીય રાઇફલ્સની એક કંપની પર કરવામાં આવ્યો હતો . કેમ્પની પાસે હાજિન પોલીસ સ્ટેશન પણ છે.

   આતંકીઓએ કેમ્પ પર બે તરફથી ફાયરિંગ કર્યું હતું હુમલામાં 4-5 આતંકીઓએ બંન્ને તરફથી હુમલાને અંજામ આપ્યો હતો

  મીડિયા રિપોર્ટસ પ્રમાણે ફ્રન્ટ ગેટથી ત્રણ હુમલાખોર આવ્યા હતા અને પાછળના દરવાજાથી બે આતંકીઓ આવ્યા હતા. આતંકીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યું અને ત્યાર બાદ બેરલ ગ્રેનેડ લોન્ચરનો ઉપયોગ કર્યો અને ફાયરિંગ પણ કર્યું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહીમાં બંન્ને તરફતી ફાયરિંગ શરૂ થયું.હતું  

  ફાયરિંગ બાદ લોકો ઘરની બહાર આવી ગયા. સેના અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

(12:26 am IST)