મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

રેલવે યાત્રામાં નિશ્ચિત વજનથી વધુ સામાન હશે તો દંડ ભરવો પડશે::વધારાનો લગેજ પાર્સલરૂમમાં જમા કરાવો

  નવી દિલ્હીઃ હવે રેલવે યાત્રામાં મર્યાદિત વજનથી વધુ સામાન પર દંડ ચૂકવવો પડશે. નિશ્ચિત માપ કરતા વધુ વજન હશે તો  6 ગણો વધુ દંડ ભરવો પડી શકે છે. રેલવે યાત્રામાં દરેક શ્રેણીના મુસાફરો માટે સામાન લઈ જવા માટે નિશ્ચિત કરેલું વજન પણ અલગ-અલગ છે. વધુ સામાન હોય તો  તેને પાર્સલ રુપમાં જમા કરાવી લો તો માત્ર સામાન્ય ભાડું ચુકવવું પડશે

  ઈન્ડિયન રેલવેના એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈ પણ ક્લાસમાં મુસાફર મફતમાં સામાન લઈ જવાની મંજુરી છે, બાબતે રેલવેના જૂના નિયમો છે. 2006માં તો બાબતે પરિપત્ર પણ બહાર પડાયો હતો પણ તેને સખત રીતે લાગુ નથી પડાતો. પણ જ્યારે યાત્રીઓની ફરિયાદ આવી તો કેટલાક યાત્રીઓએ કહ્યું કે કેટલાક મુસાફરો વધારે સામાન કોચમાં લઈને આવે છે, જેના કારણે તેમને મુશ્કેલી પડે છે. પ્રકારની ફરિયાદો પછી જૂના સર્ક્યુલરને લાગું કરી દેવામાં આવે છે અને દિવસમાં તેવા મામલામાં દંડ ચુકવવો પડે છે.

  રેલવે અધિકારીઓનું કહેવું છે કે, રેલવેના નિયમોમાં એવી પણ વ્યવસ્થા છે કે બુકિંગ ચાર્જ આપીને પણ એક નક્કી સીમાનો સામાન લાવી શકાય છે. રેલવેના જણાવ્યા પ્રમાણે હાલના નિયમો પ્રમાણે એસી ફર્સ્ટ ક્લાસના યાત્રીઓ 70 કિલોગ્રામ, AC ટીયરના યાત્રી 50 કિલો સામાન, AC ચેરકાર અને સ્લીપર ક્લાસના યાત્રીઓ 40 કિલોગ્રામ અને સેકન્ડ ક્લાસના યાત્રી 35 કિલોગ્રામ સુધીનો સામાન પોતાની સાથે લઈ જઈ શકે છે. જો ફર્સ્ટ ક્લાસમાં યાત્રી 15 કિલો સામાન લઈ જાય અને અન્ય શ્રેણીના મુસાફરો પાસે નક્કી સામાન કરતા 10 કિલોગ્રામ કરતા વધુ વજન હોય તે સ્થિતિમાં મુસાફરોએ 1.5 ગણો દંડ ચૂકવવો પડે છે, પણ તેના માટે પહેલા ટીટીઈને માહિતી આપીને તેનો ચાર્જ ચુકવવો પડશે. પણ યાત્રી પાસે વધુ સામાન છે તો તો તેને પાર્સલ દ્વારા બૂક કરાવવું પડશે.

  રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જો સ્લીપર ક્લાસના મુસાફર પાસે 80 કિલોગ્રામ સામાન છે તો તેનો અર્થ થાય કે તે 40 કિલોગ્રામ વધારે સામાન લઈ જાય છે અને તેણે 500 કિલોમીટરનું અંતર કાપવાનું હોય તો તેણે 109 રુપિયા ચુકવવા પડે છે, કારણ કે તેના પહેલા રકમ નથી ચુકવાઈ અને ટીટીઈ કે રેલવે સ્ટાફને વધારે વજનના સામાનને લઈ જવો પડે છે અને તેના 6 ગણા એટલે કે 654 રુપિયા ચુકવવી પડશે.

(12:30 am IST)