મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

કિશાનગંગા પ્રોજેક્ટ મુદ્દે પાકિસ્તાનને વિશ્વબેંકનો મોટો ઝટકો :ભારતના પ્રસ્તાવને સ્વીકારવા આપી સલાહ

       નવી દિલ્હી :કિશાનગંગા હાઇડ્રોઇલેક્ટિક પ્રોજેક્ટ મુદ્દે વિશ્વ બેંકે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે અને ભારતના પ્રસ્તાવને સ્વીકારવા સલાહ આપી છે પાકિસ્તાની સમાચાર પત્ર ડોન પ્રમાણે વિશ્વ બેંકે લગભગ બે વર્ષ પછી પ્રોજેક્ટ માટે તટસ્થ નિષ્ણાંતની નિમણૂંકના ભારતના પ્રસ્તાવ પર સંમતી દર્શાવી છે. જ્યારે પાકિસ્તાન મુદ્દાને આંતરરાષ્ટ્રીય લવાદી કોર્ટમાં લઇ જવા માંગે છે. પ્રોજેક્ટ અંતર્ગત ઝેલમ નદીના સહાયક કિશાનગંગા પર ડેમ બાનાવવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 19 મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં પ્રોજેક્ટ શરૂ થયો હતો. પાકિસ્તાન શરૂઆતથી આરોપ લગાવી રહ્યું છે કે બંને દેશો વચ્ચે સિંધુ નદી સંધીનું ઉલ્લંઘન છે. સંધિ અંતર્ગત બંને દેશોમાં નદીઓનું પાણી એક સરખું વહેંચવાનું હતું. ભારતનું કહેવું છે કે પ્રોજેક્ટ સંધિના નિયમો અંતર્ગત છે.

  પાકિસ્તાને પોતાના એર્ટર્ની જનર અશ્તર ઔસફ અલીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ વિશ્વ બેંક સાથે વાત કરવા માટે મોકલ્યું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર વિશ્વ બેંકના નિર્ણયને પાકિસ્તાન નહીં માને કારણે આના કારણે પાણી સાથે જોડાયેલા અન્યવિવાદો ઉપર પણ અસર પડશે. અને પાકિસ્તાન માટે વધારે મહત્વનું છે.

  સિંધુ નદી જળ સંધીથી ભારતને બ્યાસ, રાવી અને સતલજ અને પાકિસ્તાનને સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને નિયંત્રણ મળે છે. અંતર્ગત ભારતનું કહેવું છે કે, કિશાનગંગા હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી રોકવામાં નહીં આવે. આનાથી પાણીનું વહેણ પણ ઓછું નહીં થાય. જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે, પ્રોજેક્ટથી સંધિનું ઉલ્લંઘન થાય છે.

(11:08 pm IST)