મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ટ્રેડવોરથી સ્થિતિ ઝડપથી બેકાબુ બનશે :ગ્લોબલ ગ્રોથને લાગશે ઝટકો :રઘુરામ રાજનની ચેતવણી

ઈન્વેસ્ટર્સ એવી સંવેદનશીલ વાતચીતને હળવાશમાં ન લઈ શકે.

 

અમેરિકા અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરથી સ્થિતિ બેકાબુ બની શકે છે તૅમ સિંગાપુરમાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજનને કહ્યું હતું રાજને અમેરિકા અને તેના અન્ય ઈકોનોમિક પાર્ટનર્સની વચ્ચે ચાલી રહેલી ટ્રે઼ડવોરને લઈને ચેતવણી ઉચ્ચારી કહ્યું કે ઝડપથી સ્થિતિ બેકાબૂ થઈને બહાર થઈ શકે છે અને તેનાથી નિશ્રિતરૂપે ગ્લોબલ ગ્રોથને ઝટકો લાગશે.શિકાગો બુથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના પ્રોફેસર રાજન નામુરા ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલી રહ્યાં હતા.

  રાજનને કહ્યું કે મુખ્ય સવાલ છે કે પ્રકારની બારગેનિંગ, ટેરિફ લગાવવાની ધમકીઓ પહેલાથી વાસ્તવમાં વાતચીત હોય છે કે પછી તેનાથી તમામને ફાયદો થાય છે કે પછી સંસ્થાઓ, કંપનીઓ પોતાના રુખ પર અડિયલ રહે છે જેનો અર્થ છે કે તેને પોતાના જોખમોને ઓછા કરવાના હોય છે. એવા કિસ્સાઓમાં દરેક કોઈને નુકસાન થાય છે. રાજને વધુંમાં કહ્યું કે એમાંથી કેટલાંક મામલાઓ સ્થિતિ એવી હોય છે કે તે કાબૂથી બહાર થઈ શકે છે.

  રાજને ચેતવણી આપતા કહ્યું કે ઈન્વેસ્ટર્સ એવી સંવેદનશીલ વાતચીતને હળવાશમાં ન લઈ શકે. જે અમેરિકા અને તેના ટ્રેડિંગ પાર્ટનર્સની વચ્ચે હશે. તેમણે કહ્યું કે આ સમયમાં જ્યારે અનેક દેશોની આગેવાની, અનેક મજબૂત લીડર્સ કરી રહ્યાં છે. એવામાં તેના માટે પોતાના રુખથી ફરી જવું મુશ્કેલ થશે.

(10:10 pm IST)