News of Tuesday, 5th June 2018
‘‘વિશાલ ભગવતી જાગરણ'': અમેરિકાના કેલિફોર્નિયામાં મા દુર્ગા પરિવાર, તથા એવરગ્રીન કલ્ચરલ એશોશિએશન દ્વારા ૮ જુન શુક્રવારે કરાયેલું આયોજન
કેલિફોર્નિયાઃ અમેરિકામાં ‘‘મા દુર્ગા પરિવાર'' તથા એવરગ્રીન કલ્ચરલ એશોશિએશનના ઉપક્રમે ૮ જુન ૨૦૧૮ શુક્રવારના રોજ ત્રીજા વિશાલ ભગવતી જાગરણનું આયોજન કરાયું છે.
ગ્રેસ બેન્કવેટ હોલ,૨૬૫૦, એબોર્ન રોડ, સાન જોસ, કેલિફોર્નિયા મુકામે યોજાનાર જાગરણ અંતર્ગત સાંજે સાત વાગ્યે પ્રીતિ ભોજન બાદ રાત્રિના ૮ વાગ્યે જાગરણ શરૂ થશે. તમામ માટે વિનામુલ્યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:37 pm IST)