મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

સરકારની નવી પહેલ: માત્ર અઢી રૂપિયાનું 100% બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ 'સુવિધા ' રજૂ કરાયું

જાનઔષધિ યોજના અંતગર્ત દેશભરમાં વેચવામાં આવશે

નવી દિલ્હી :સરકારે એક નવી પહેલ કરતા માત્ર અઢી રૂપિયાની કિંમતનું સેનેટરી પેડ રજૂ કર્યું છે.જે પર્યાવરણ અનુકૂળ છે.આ પેડને વડાપ્રધાન ભારતીય જનઔષધિ યોજના અંતર્ગત આ પેડ દેશભરમાં વેચવામાં આવશે.

  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે સુવિધા ઓક્સો-બાયોડિગ્રેબલ નામના આ સેનિટરી પેડ દેશભરમાં 3600 જનઔષધિ કેન્દ્રો પર મળશે. આ કેન્દ્ર 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે.

  તેમણે કહ્યું કે આ પેડની કિંમત સામાન્ય રાખવામાં આવી છે. બજારમાં મળતા પેડનો એક પેડનો ભાવ 8 રૂપિયાની આસપાસ હોય છે જ્યારે આ ચાર પેડના પેકની કિંમત 10 રૂપિયા છે. સાથે આ પેડ પર્યાવરણને માફક આવે તેવા છે. તેમણે એ પણ કહ્યું કે આ સુવિધા પેડ આવવાથી ગરીબ વર્ગની મહિલાઓને સ્વચ્છતા સાથે જોડાયેલી મૂળભૂત જરૂરને પુરી કરવા માટે મદદ મળશે.

  તેમણે એમ  પણ કહ્યું કે આ સસ્તા પેડ બજારમાં આવવાથી પ્રતિસ્પર્ધા પણ વધશે અને બીજી કંપનીઓ પણ પોતાના ભાવ ઓછી કરશે.

  રેલવેએ પણ લોકોમાં સ્વચ્છતાની જાગરૂતતા ફેલાવવા માટે સેનેટરી નેપકિન અને કોન્ડમ વેચશે તેવી જાહેરાત કરી હતી. જેમાં રેલવે સ્ટેશન પરિસરના પ્લેટફોર્મ અને એની બહાર પણ ટોયલેટનું નિર્માણ કરશે.

  રેલવે સ્ટેશન પર માસિક ધર્મથી જોડાયેલી સાફ સફાઇ તથા ગર્ભનિરોધકનો ઉપયોગની જાણકારી આપવામાં આવશે. આ મહિલા અને પુરુષ શૌચાલયોમાં વેડિંગ મશીન લગાવવામાં આવશે, જેમાંથી સસ્તા દર પર મહિલાઓને સેનેટરી નેપકિન અને પુરુષોને કોન્ડમ મળશે. જેમાં એક શૌચાલય સ્ટેશન પરિસરની અંદર અને બહાર બનશે
  . હાલમાં દેશભરમાં નાના મોટા મળીને 8500 રેલવે સ્ટેશન છે. રેલવે પોતાની જમીન પર જ આ સુવિધા કેન્દ્રોને બનાવશે. રેલવેના આ પગલાથી બની શકે છે આવનારા દિવસોમાં આવા લોકો માટે સારા દિવસ આવી શકે.

(8:37 pm IST)