મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

મહતમ તાપમાનમાં વધારો થતા જમ્મુ કાશ્મીરમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો

જમ્મૂઃ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુકી છે. દક્ષિણી રાજ્યોમાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં ઘણા સ્થાને વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં તો છેલ્લા ઘણા દિવસથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વધુ વરસાદ થવાની ભવિષ્યવાણી કરી છે. બીજીતરફ જમ્મૂ અને કાશ્મીરમાં મંગળવારે ઘણી જગ્યાએ વરસાદ થયો અને ઘણી જગ્યાએ ઓલા પડ્યા. વરસાદથી અહીંનું વાતાવરણ સુંદર થઈ ગયું છે

શ્રીનગરમાં બપોરે કાળા વાદળો છવાયા અને ઝડપી પવન ફુંકાવા લાગ્યો. થોડા સમય બાદ ભારે વરસાદ પડવા લાગ્યો. શ્રીનગરમાં અત્યારે પર્યટકો હોય છે. વરસાદ થવાથી ત્યાનું તાપમાન નીચે આવી ગયું છે. પ્રવાસીઓ પણ મોસમને આનંદ ઉઠાવી રહ્યાં છે. રાજૌરીમાં ઘણા સમય સુધી ઓલા પડતા રહ્યાં. હવામાન બદલાતા દિવસમાં અંધારુ છવાઇ ગયું. રોડ પર ચાલતા વાહનોની લાઇટ ચાલુ કરવી પડી હતી. ભારે પવન અને ઓલાવૃષ્ટિથી કોઇ નુકસાનના સમાચાર મળ્યા નથી. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ વાદળો છવાયેલા રહેશે અથવા વરસાદ થવાની ભવિષ્યવાણી કરી છે

વરસાદ થયા પહેલા શ્રીનગરનું તાપમાન ઘણુ વધારે હતું. રવિવારે અહીં તાપમાન 31.4 ડિગ્રી હતું જે સોમવારે વધીને 34.4 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગે કહ્યું કે, જમ્મૂમાં રવિવારે 31.4 ડિગ્રી કાપમાનની સાથે વર્ષની સૌથી ગરમ તાર નોંધાઇ

હવામાન વિભાગના ડાયરેક્ટર સોનમ લોટસે કહ્યું કે, પહાડી વિસ્તારમાં જ્યારે સરેરાશ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી વધુ નોંધાઇ તો અમે વિસ્તારમાં લૂ જાહેર કરી દઈએ. કાશ્મીર ઘાટીના તમામ હવામાન વિજ્ઞાન કેન્દ્રો પર સરેરાશ તાપમાન છથી 8 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. મંગળવારે વરસાદ થવાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં ઘટાડો થતા સ્થાનિક નાગરિકોની સાથે-સાથે પ્રવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે

બીજીતરફ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને દિલ્હી-એનસીઆરના લોકો વધતી ગરમીનો સામનો કરી રહ્યાં છે.

(8:21 pm IST)