મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

મિઝોરમમાં બસને અકસ્માત : 500 ફૂટ ઊંડી ખીણમાં પડતા છ મહિલા સહીત 11ના મોત

લુંગલેઈ જિલ્લામાં પેંગવાલ ગામની પાસે અકસ્માત : બસ હેલ્પર ચલાવતો હોવાનું કથન

મિઝોરમનાં લુંગલેઈ જિલ્લામાં બસને અકસ્માત નડતાં 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી આ અકસ્માતમાં 11 લોકોનાં મોત નિપજ્યા હતા.મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

  સ્થાનિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આ એક ખાનગી બસ હતી. અકસ્માત સવારના સમયે પેંગવાલ ગામની પાસે થયો છે દરમિયાન બસનો ડ્રાઇવર સૂઇ રહ્યો હતો. તેની જગ્યાએ હેલ્પર બસ ચલાવી રહ્યો હતો.

   બસ રાજધાની એજવાલથી દૂર દક્ષિણમાં આવેલા સિઆહા જિલ્લા તરફ જઇ રહી હતી. અકસ્માત દરમિયાન 9 લોકોનાં સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. ઈજાગ્રસ્તોમાં 6 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જેમને સરછિપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી 2ના મોત થઇ ગયા. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં મોટાભાગના સિઆહા જિલ્લાના રહેવાસી છે.

   તેમના શબ પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને સોંપવામાં આવશે. બાકી ઘાયલોનો ઇલાજ પેંગવાલ જિલ્લામાં પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર અને હાથહિઆલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કરવામાં આવી રહ્યો છે.

(7:52 pm IST)