મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

અલ્હાબાદ યુનિવર્સીટીમાં હોબાળો : વાહનોમાં તોડફોડ: પોલીસના વાહનોમાં આગ ચાંપી

હોસ્ટેલ ખાલી કરાવવા ગયેલ પોલીસ પાર્ટી પર પથ્થરમારો : કુલસચિવ ટ્રાન્સફર બાદ હિંસક પ્રદર્શન :કુલપતિને બંધક બનાવાયા

અલ્હાબાદ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ભારે હોબાળો મચાવ્યો હતો.વાહનોમાં તોડફોડ, આગચંપી અને પથ્થરમારો કર્યો હતો  વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ખાલી કરાવવા ગયેલી પોલીસના વાહનોમાં આગ લગાવી દિધી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

  એવું પણ કહેવાય છે કે ભયનો માહોલ ઉભો કરવા માટે વિદ્યાર્થીઓએ હવામાં ફયરિંગ પણ કરી હતી અને દેશી બોમ ફોડ્યા હતા. યુનિવર્સીટી પ્રશાસનના વોશ આઉટના નિર્ણય બાદ વિદ્યાર્થીઓએ હોબાલો મચાવ્યો હતો.

  અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના કુલસચિવના ટ્રાન્સફરનો પણ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને અને કુલપતિને વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં બંધક બનાવ્યા હતા. કુલસચિવ કર્નલ હિતેશ લવ પાસેથી કાર્યભાર પડાવી લીધા બાદ આ પરિસ્થિતી ચાલુ છે

    વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ અવનીશ યાદવની હાજરામાં સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ અને કુલપતિને બંધક બનાવ્યા. વિશ્વવિદ્યાલય દ્વારા હોસ્ટેલ ખાલી કરાવવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(7:50 pm IST)