મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ટેરર ફંડિંગ કેસ. પતિયાલા હાઉસ કોર્ટે જમ્મુ કાશ્મીરના ત્રણ વ્યકિતઓને દોષિત જાહેર કર્યા

પાકિસ્તાનના સમર્થન દ્વારા ૪.૫૭ કરોડ ફંડ એકત્રિત કર્યા હતાઃ અને આઇઅ. દ્વારા ચાર્જશીટ ફાઇલ કરાઇર હતી

નવી, દિલ્હી, તા.૫: દિલ્હીની પતિયાલા હાઉસકોર્ટ આજે ૨૦૧૧ના આતંકી ફંડિગ મામલે જમ્મુ-કાશ્મીરના ત્રણ વ્યકિતઓને દોષિત ગણાવ્યા અને તેની અગાઉ રહેલી સજાને ગથાવત્ રાખી છે.

જિલ્લા અને સેરાનજજ પુનમ અંબાબા એ ૪.૫૯ કરોડ રૂપિયાના આ મામલાને મોહમ્મદ સાદિક ગનઇ, ગુલામ જિલાની લિલો અને ફારૂક અહમંદ દગ્ગાને આરોપી ગણાવ્યા છે.

અભિયોજન પક્ષ મુજબ ત્રણેય આરોપી વ્યકિતઓને જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાનના સમર્થન દ્વારા ફેડ એકત્રિત કર્યુ હતું.ગેરકાયદેસર ગતિવિધિઓ નિર્ષધ કાયદાની વિવિધ ધારાઓ હેઠળ કોર્ટે ૨૦૧૨માં આ દરેક વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી. એન આઇએએ ૨૦૧૧માં ત્રણેય વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૦૮-૨૦૧૧ વચ્ચે ત્રણેય કાશ્મીર ઘાટીમાં આતંકી ગચિવિધિઓ માટે પાકિસ્તાનના સમર્થન દ્વારા ૪.૫૭ કરોડો થી વધુ ફંડ એકત્રિત કર્યુ હતું.

(3:55 pm IST)